નવી દિલ્હી: પેટ્રોલિયમ કંપનીઓએ માર્ચ મહિનાની શરૂઆતમાં રવિવારે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને દેશના સામાન્ય ગ્રાહકોને રાહત આપી છે. દેશની રાજધાની દિલ્હીમાં સબસિડીવાળા 14.૨ કિલોના LPG સિલિન્ડરના ભાવમાં 53 રૂપિયાનો ઘટાડો થયો છે.
દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમત અનુક્રમે 805.50 રૂપિયા, 839.50 રૂપિયા, 776.50 રૂપિયા અને રૂ. 826 રૂપિયા થયા છે. ચાર મહાનગરોમાં 14.2 કિલો LPG સિલિન્ડરના ભાવમાં અનુક્રમે રૂપિયા 53, 56.50, રૂપિયા 53 અને રૂપિયા 55નો ઘટાડો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ 12 ફેબ્રુઆરી, 2020ના રોજ સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો હતો, ત્યારબાદ ચાર મહાનગરોમાં LPG સિલિન્ડરોના ભાવ અનુક્રમે રૂ. 858.50, 896, 82950 અને 881 રૂપિયા ભાવ જોવા મળ્યો હતો. પેટ્રોલિયમ કંપનીઓએ પણ 19 કિલો LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં અનુક્રમે 84.50રૂ પિયા, 9૦.50 રૂપિયા, 85 રૂપિયા અને 88 રૂપિયા થયો છે.
આ ચાર મહાનગરોમાં 19 કિલો LPG સિલિન્ડરનો ભાવ અનુક્રમે રૂ. 1,381.50, 1,450, રૂપિયા 1,331 રૂપિયા અને 1,501.50 રૂપિયા થયો છે. આમ, હોળીના તહેવારની પહેલા LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડા થવાથી સામાન્ય ગ્રાહકો રાહત થતાં લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.