મણિપુરમાં સામાજીક કાર્યકર્તાએ પણ આ બિલને જો સ્થાનિક હિતો વિરૂદ્ધ જાહેર કર્યું, તો કૃષણ મુક્તિ સંગ્રામ સમિતિના અધ્યક્ષ અખિલ ગોગોઈએ આ બિલને ડ્રાકોનિક તરીકે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આસામ સહિત સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતના લોકોની એકતાને કારણે આ બિલ પાસ ન થયું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ઉપરાંત મેઘાલયનાં મુખ્યપ્રધાન કોનરાડએ સંગમા સહિત આસામ ગણ પરિષદના અતુલ બોરાએ બિલ પસાર ન થતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. નાગરિકતા બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા અનેક શરણાર્થીઓને 7 વર્ષ સુધી ભારતમાં રહેવા પછી ભારતના નાગરિકત્વ પ્રદાન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલની જોગવાઈઓ હેઠળ આ સમયરેખા 12 વર્ષની છે.
જણાવી દઈએ કે, સંસદીય નિયમો અનુસાર રાજ્યસભામાં રજૂ કરેલા બિલ બાકી રહેવાથી લોકસભાના ભંગ થવા પર બિનઅસરકારક થતા નથી. લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્તા નથી. તો તે લોકસભાના ભંગ થવા પર બિનઅસરકારક બને છે.