બપોરે 11થી 3નો સમય
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉમેદવારી પત્ર દાખલ કરવાનો સમય 11થી 3ના રાખવામાં આવ્યો છે. ફોર્મ નં.26માં માગેલી તમામ વિગતો સાથે દસ્તાવેજો જોડવા જરુરી છે.
ઉમેદવારી પત્રમાં કોઈ કૉલમ ખાલી રહેવી જોઈએ નહીં.
ઉમેદવારોની સુવિધા ખાતર એસડીએમ કાર્યાલય ખાતે એક હેલ્પ ડેસ્ક પણ ખોલવામાં આવ્યું છે. જો કોઈ ઉમેદવારને ઉમેદવારી સંબંધિત કોઈ અગવડ પડતી હોય તો તેઓ આ હેલ્પ ડેસ્કની મદદ લઈ શકે છે.
હેલ્પ લાઈન નંબર-1950
ચૂંટણી સંબંધિત કોઈ પણ જાણકારી માટે ટૉલ ફ્રી નંબર 1950 પ્રાપ્ય છે. અહીં મતદારો આ નંબર પર કોઈપણ પ્રકારની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.