એચએમડી ગ્લોબલે ગુરુવારે ભારતમાં 1,599 રૂપિયામાં એક નવો ફીચર ફોન નોકિયા 110 લોન્ચ કર્યો છે. HMD નોકિયાની મૂળ કંપની છે, જે મોબાઈલ બનાવે છે અને તેનું વેચાણ કરે છે.
HMD ગ્લોબલના મુખ્ય ઉત્પાદન અધિકારી જુહો સરવિકસે એક નિવેદનમાં કહ્યું કે, 'અમારા પ્રશંસકો માટે નોકિયા 110 મજાનો મોબાઈલ છે. નોકિયા ફિચર ફોન એક આધુનિક અને ટકાઉ ડિઝાઈનની સાથે સંગીત, ગેમ અને રોજબરોજની જરૂરી વસ્તુઓ સાથે લોન્ચ કરાયો છે.'
શું છે મોબાઈલના ખાસ ફિચર...
- ડિસપ્લે-1.77 ઈંચ
- સૉફ્ટવેર-નોકિયા સીરીઝ 30+
- FM રેડિયો
- ટોર્ચર લાઈટ
- ગેઈમ્સ- સ્નેક, નિંજા અપ, એયર સ્ટ્રાઈક, ફૂટબોલ કપ,ડૂડલ જમ્પ