નોઇડા: રાજધાની દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડાના જરાચા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ દયાનગરના સાંથલી મંદિર પાસે ચાર વ્યક્તિ લુડો રમી રહ્યા હતા, તે દરમિયાન પ્રશાંતને ઉધરસ આવી ત્યારે આરોપી જય વીર ઉર્ફે ગુલ્લુ મંદિર આવ્યો હતો.ત્યારે પ્રશાંતને ઉધરસ આવતા વિવાદ સર્જાયો હતો એન આરોપીએ તેની પિસ્તોલ વડે લુડો રમતા યુવક પર ફાયરિંગ કર્યું હતું.
આ દરમિયાન એક ગોળી યુવાનના પગમાં લાગી હતી. ઘટના બનતા જ તેના સાથી ભાગવામાં ગયા સફળ થયા. ફાયરિંગ કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને કૈલાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ગ્રેટર નોઈડાની કૈલાસ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયેલા યુવકનું નામ પ્રશાંત ઉર્ફે પ્રવેશ છે. પ્રશાંત તેના મિત્રો તરુણ, શેખર અને એક અન્ય સાથે સૈંથલી મંદિર પાસે લુડો રમી રહ્યો હતો. ત્યારે જય વીર ઉર્ફે ગુલ્લુ મંદિરમાં આવ્યો હતો, તે દરમિયાન પ્રશાંતને ઉધરસ આવી. ગુલ્લૂને ગુસ્સો આવ્યો અને પ્રશાંત સાથે તેનો ઝગડો થઇ ગયો જેના પર આરોપીઓએ પ્રશાંતના પગમાં બંદૂકથી ગોળી મારી દીધી હતી.
પરિવારે તાત્કાલિક ઇજાગ્રસ્ત પ્રશાંતને ગ્રેટર નોઈડાની કૈલાસ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં તેની હાલત ગંભીર છે. પોલીસે ઘાયલ યુવાનના પરિવારજનોની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.