નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં મહિલા સાથે થતાં અત્યાચાર અને ગુનાઓ સતત વધી રહ્યાં છે. એવામાં ફરી દિલ્હીના ગ્રેટર નોઈડામાં એક ઘટના સામે આવી છે. મંગળવારે દાદરી વિસ્તારમાં એક 13 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ મામલે પીડિતાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોઈડા પોલીસને દુષ્કર્મનો કેસ નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બીજી બાજુ પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર સગીરા સાથે દુષ્કર્મ કરનાર ત્રણેય આરોપીઓ સગીરના ઘરની સામે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.