ETV Bharat / bharat

વૈશ્વિક પર્યટન ખોલવા માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી, ખર્ચ વધશે- નિષ્ણાતો

author img

By

Published : Jul 31, 2020, 12:22 PM IST

વિશ્વ હજુ કૉવિડ-19ની રસી શોધવા મથી રહ્યું છે અને કેટલાક દેશો વાઇરસના બીજાં મોજાં માટે તૈયાર થઈ રહ્યાં છે. ત્યારે વૈશ્વિક પર્યટનના ઘામાંથી હજુ લોહી નીકળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય પર્યટન માટે ખર્ચ ઊંચો જવાની સંભાવના છે તેમ નિષ્ણાતોને લાગે છે. જો કે, દેશો ઘર આંગણાના પર્યટન માટે છૂટછાટો આપી રહ્યા છે અને માલદિવ્સ જેવા દેશોએ આ મહિનાથી આંતરરાષ્ટ્રીય પર્યટકોને આવકારવાનું શરૂ પણ કરી દીધું છે.

વૈશ્વિક પર્યટન ખુલવા માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી, ખર્ચ વધશે- નિષ્ણાતો

વિશ્વ હજુ કૉવિડ-19ની રસી શોધવા મથી રહ્યું છે અને કેટલાક દેશો વાઇરસના બીજાં મોજાં માટે તૈયાર થઈ રહ્યાં છે ત્યારે વૈશ્વિક પર્યટનના ઘામાંથી હજુ લોહી નીકળી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય પર્યટન માટે ખર્ચ ઊંચો જવાની સંભાવના છે તેમ નિષ્ણાતોને લાગે છે. જોકે દેશો ઘર આંગણાના પર્યટન માટે છૂટછાટો આપી રહ્યા છે અને માલદિવ્સ જેવા દેશોએ આ મહિનાથી આંતરરાષ્ટ્રીય પર્યટકોને આવકારવાનું શરૂ પણ કરી દીધું છે.

તેની 80 ટકા અર્થવ્યવસ્થા સીધી કે આડકતરી રીતે પર્યટન પર આધારિત છે ત્યારે આ ટચુકડો ટાપુ દેશ પર્યટકોને સુરક્ષા અને સ્વચ્છતાની ખાતરી આપે છે. તો સરહદ બંધ હોવાના કારણે આધારભૂત પ્રમાણમાં ભારતીય પર્યટકો આ વખતે નથી જણાઈ રહ્યા. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે ખાસ વાતચીતમાં ભારતીય ઉચ્ચાયુક્ત સંજય સુધીરે માલેથી વાત કરતાં સમજાવ્યું કે દેશની ભૂગોળ આંતરરાષ્ટ્રીય પર્યટન, જેને મોટો ફટકો પડ્યો છે, તેની પ્રક્રિયા શરૂ કરવામાં અગત્યનું પરિબળ છે.

વૈશ્વિક પર્યટન ખોલવા માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી, ખર્ચ વધશે- નિષ્ણાતો

"અમારી બાજુની દુનિયામાં પર્યટન શરૂ કરનાર માલદિવ્સ પહેલો દેશ છે. 15મી જુલાઈથી પર્યટકોએ 200 રિસૉર્ટમાં આવવાનું શરૂ કરી દીધું હતું. 57-60 રિસૉર્ટ અત્યારે ચાલુ છે. તે છુટાછવાયા ટાપુ છે તેથી તેમના માટે નિયંત્રણ કરવું સરળ છે. પરંતુ તેની સાથે રાજધાની માલે ખૂબ જ ગીચ શહેર છે. અહીં એક વાર કોરોના આવી જશે તો ખૂબ જ મુશ્કેલી પડશે, પરંતુ તેમણે વિમાનમથકે ઉતરતા મુસાફરો માટે સુરક્ષિત જાવનની કોઈક વ્યવસ્થા કરી છે. તેઓ સીધા ટાપુઓ પર જાય છે, ત્યાં તેમની રજા માણે છે, સીધા પાછા વિમાનમથકે આવી જાય છે અને જતા રહે છે." તેમ સંજય સુધીરે કહ્યું હતું.

ભારત-માલદિવ્સ વચ્ચે વિમાનવ્યવહાર મર્યાદિત ઉડાનોની કામગીરી સાથે શરૂ થવા સંભવ- ભારતીય દૂત

ગયા વર્ષે માલદિવ્સમાં 17 લાખ પર્યટકો આવ્યા હતા. જ્યારે તેની વસતિ માત્ર 50,000ની જ છે. માલદિવ્સમાં આવનારા વિદેશી પર્યટકોમાં ભારતીયો હવે સૌથી બીજા ક્રમના મોટા સમૂહ છે. માલદિવ્સ અર્થતંત્રને બેઠું કરવા સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે તેને આશા છે કે મુંબઈ અને કોચિનથી મધ્ય ઑગસ્ટ સુધીમાં ભારતીય મુલાકાતીઓ ઉડીને આવી શકે તે માટે મર્યાદિત વાણિજ્યિક ઉડાન કામગીરી શરૂ કરવામાં આવશે. સંજય સુધીરે પુષ્ટિ કરી કે બંને દેશો વચ્ચે સંભવિત વિમાનવ્યવહાર શરૂ થાય તે માટે ચર્ચા ચાલુ છે. "આપણે પાંચમા ક્રમે હતા. પછી આપણા પર્યટકો બમણા થયા અને હવે આપણે બીજા ક્રમે છીએ. પરંતુ વાહનવ્યવહારના અભાવ અને આપણી પોતાની કૉવિડ પરિસ્થિતિના કારણે આપણા પર્યટકોનું આગમન ઘટી ગયું છે. આપણે કોઈ રીતે વિમાનવ્યવહાર શરૂ કરીએ છીએ કે કેમ તેના મુદ્દે અમે આજકાલ કામ કરી રહ્યા છીએ. આના માટે અમે ઉડ્ડયન મંત્રાલય અને ઍર ઇન્ડિયા સાથે સંપર્કમાં છીએ અને જો બધું બરાબર ચાલ્યું તો ભારત અને માલદિવ્સ વચ્ચે ઉડાન કામગીરી ઓછામાં ઓછી મર્યાદિત સંખ્યામાં તો શરૂ થશે." તેમ દૂતે કહ્યું હતું.

"બંને દેશો માટે આ ખૂબ અગત્યનું છે કારણકે આપણને શરૂઆત આવી મળી છે. અને આ સ્થળ એવું છે કારણકે તે ટાપુના માળખામાં દેશ છે તેથી તે ખૂબ જ સુરક્ષિત સ્થળ છે. હવે જ્યાં ચેપવાળા વિસ્તાર છે તો ચેપવાળા વિસ્તાર છે. પરંતુ તેના સિવાય મોટા ભાગે આ દેશ ખૂબ જ સુરક્ષિત છે." તેમ તેમણે ઉમેર્યું હતું.

જોકે વૈશ્વિક આતિથ્ય અને ઉડ્ડયન ક્ષેત્રોને જે અનેક પડકારો નડે છે તેમાં એક છે લોકોને આંતરરાષ્ટ્રીય ઉડવા માટે વિશ્વાસ પ્રાપ્ત થાય. થાઇલેન્ડ અને યુરોપીય રાષ્ટ્રો જેવાં લોકપ્રિય પર્યટન સ્થળો માટે, અત્યારની સ્થિતિએ આવકનો સ્રોત ઘરેલુ પર્યટન છે.

"વધુ ને વધુ જર્મનો પહેલી વાર દેશમાં જ રજા માણી રહ્યા છે. મોટા ભાગના જર્મનો જે ઘરે રહેતા નથી, તેઓ દક્ષિણ યુરોપીય દેશો જેવા કે ઈટાલી, સ્પેન, ગ્રીસ જાય છે. સ્પેનમાં કેસોમાં તાજા ઉછાળા સાથે આ દેશો ફરીથી પૉઝિટિવ યાદીમાં છે. આપણે તેમના દેશોથી પરત ફરી રહેલા આ પર્યટકો વિશે જર્મનીમાં ચર્ચાઓ જોઈએ છીએ. શું તેમનો ટેસ્ટ કરાવો જોઈએ, તેમને એકલા રહેવું જોઈએ. થાઇલેન્ડ અને વિયેતનામ એશિયામાં એવા બે દેશો છે જે પૉઝિટિવ યાદીમાં છે. સૈદ્ધાંતિક રીતે ચીન પણ છે પરંતુ જો તે સામો તેવો જ વ્યવહાર કરે તો જ તેમ થાય. જર્મન પર્યટન ઉદ્યોગને મુશ્કેલીઓ છે પરંતુ જેટલી અપેક્ષા હતી તેટલી તે મોટી નથી કારણકે ઘણા જર્મનો ઘરે રહી રહ્યા છે." તેમ સ્મિતા શર્મા સાથે વાત કરતા દિલ્લીમાં જર્મન દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું હતું.

જોકે તેમણે ચેતવણી આપી હતી કે આંતરરાષ્ટ્રીય પર્યટનની કામગીરીનો ખર્ચ ઊંચો જવાની શક્યતા છે. "જર્મનીમાં આવતા મોટા ભાગના લોકો અમારા પડોશી દેશો જેવા કે ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, યુકે અને સ્પેનના છે. તેને મુલાકાતીની સંખ્યા સાથે કોઈ અર્થ નથી, પરંતુ કામગીરીની કિંમત સાથે વધુ લેવાદેવા છે. જેમ ભારતની હૉટલો અને રેસ્ટૉરન્ટ બહુ ઝાઝા ગ્રાહકોને રાખી શકે તેમ નથી, અમારે આવી ગંભીર સ્થિતિ ઍરલાઇન્સ બાબતે છે જે કરદાતાઓ દ્વારા બચાવવી પડે, પછી તે ફ્રાન્સમાં ઍર ફ્રાન્સ હોય કે જર્મનીમાં લુફ્તાન્સા હોય. આથી તેમને દેવું ફૂંકતા બચાવવા સરકારોએ આ કંપનીઓમાં શૅર રાખ્યો છે. આ ટ્રાવેલ સંચાલકો અને ઍરલાઇન્સ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. હૉટલ અને રૅસ્ટૉરન્ટ બચી ગઈ છે પરંતુ જર્મનીમાં કેટલીક જાણીતી રેસ્ટૉરન્ટને બંધ કરી દેવી પડી હતી કારણકે કામગીરીનો ખર્ચ વધી ગયો હતો. તમે ગ્રાહકો પાસેથી વધુમાં વધુ કેટલીક હદ સુધી જ રકમ લઈ શકો. આથી તેમાંની કેટલીક ખૂબ જ જટિલ સ્થિતિમાં છે." તેમ ઉમેરતાં હંસ ક્રિશ્ચિયને ચેતવણી આપી હતી કે કેટલાક યુરોપીય દેશોમાં તો કોરોનાનું બીજું મોજું ફરી વળ્યું છે, આથી અર્થતંત્ર બેઠા થવાની સમયમર્યાદા વિશે વાત કરવી મુશ્કેલ છે.

1 જુલાઈએ સંયુક્ત રાષ્ટ્રોની વેપાર અને વિકાસ પર પરિષદ (યુએનસીટીએડી) દ્વારા પ્રકાશિત એક અહેવાલ મુજબ, વિશ્વ પર્યટન ક્ષેત્રને ઓછામાં ઓછા 1.2 ટ્રિલિયન અમેરિકી ડૉલર અથવા વૈશ્વિક જીડીપીના 1.5 ટકા ગુમાવવા પડશે. સંયુક્ત રાષ્ટ્રોના વિશ્વ પર્યટન સંગઠનના અંદાજ મુજબ, ભારતથી બહાર જતા પર્યટનોની સંખ્યા 2019માં 2.9 કરોડ હતી તે ઘટીને 2020માં 1 કરોડ થઈ જવા અપેક્ષા છે. જ્યારે કે કૉવિડ પહેલાં અંદાજ એવું સૂચવતો હતો કે અંદાજે પાંચ કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો છે જે 2017માં 2.3 કરોડ હતો. સિંગાપોર, થાઇલેન્ડ, ઇન્ડૉનેશિયા, માલદિવ્સ, નેપાળ, શ્રીલંકા, ભૂતાન જેવા દેશો ભારતીયો માટે પર્યટન સ્થળોમાં ટોચમાં આવે છે. નવી દિલ્હીમાં થાઇલેન્ડના પર્યટન સત્તામંડળના નિર્દેશક વચિરચાઈ સિરિસુમ્પનને લાગે છે કે આંતરરાષ્ટ્રીય પર્યટન ટૂંક સમયમાં પુનર્જીવિત થાય તેવી સંભાવના ઓછી છે.

"થાઇલેન્ડમાં સ્વદેશી પર્યટન લગભગ સામાન્ય સ્થિતિમાં પાછું ફર્યું છે. આથી લોકો દેશભરમાં મુક્ત રીતે પ્રવાસ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય પર્યટનને કેટલોક સમય લાગશે. હું ચોક્કસ નહીં કહી શકું પરંતુ વર્તમાન સ્થિતિમાં આપણે સુરક્ષા અને આર્થિક સુરક્ષા રાખવાની જરૂરિયાત આ બંનેને જોવા જરૂરી છે. દરેક દેશ માટે આર્થિક સંતુલન ગડબડ થઈ ગયું છે. આ ક્ષણે, આપણે આ તબક્કામાં ધીમેધીમે બધું ખોલી રહ્યા છીએ. જે લોકો થાઇલેન્ડમાં કામ કરે છે અથવા જેમને મેડિકલ સારવારની જરૂર છે તેમના માટે મુખ્યત્વે અમે વિદેશીઓ માટે દેશ ખુલ્લો મૂક્યો છે. થાઈ પર્યટનને મોટી નુકસાની ગઈ છે." તેમ સિરિસુમ્પને સ્મિતા શર્માને વિશેષ ચર્ચામાં કહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનો ભરોસો અને વિશ્વાસ જીતવો એ વૈશ્વિક પર્યટનને બેઠું કરવા માટેની ચાવી છે તે વાતને રેખાંકિત કરતાં, તેમણે આશા દર્શાવી કે લોકોને જો નાણાં વસૂલ થશે તો તેઓ વધુ ઊંચા ખર્ચ સાથે પણ પ્રવાસ કરવાનું પસંદ કરશે. "દરેક દેશ, દરેક હૉટલ, રિસૉર્ટમાં હવે નિયમો અને ધોરણોને અનુસરવાનું છે. આપણે પૂરવઠા અને માગ વચ્ચે સંતુલન કરવાની જરૂર છે. જો તમે કિંમત વધારશો તો તમારે જોવું પડશે કે ગ્રાહક તેનું કારણ સમજે. જ્યાં સુધી ગ્રાહકને લાગશે કે પૈસા વસૂલ થાય છે, તેઓ રજા માટે ખર્ચ કરવા ઈચ્છા ધરાવશે." તેમ થાઈ પર્યટન અધિકારીએ કહ્યું હતું.

- સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.