બેંગલુરુઃ કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન અશ્વતનારાયણે જણાવ્યું કે, બેંગલુરુ સહિત કેટલાક જિલ્લામાં આવતીકાલે બુધવારે લોકડાઉન પૂર્ણ થશે. એ સાથે જ રાજ્યમાં કોઇપણ જગ્યાએ લોકડાઉન વધારવામાં નહીં આવે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં 30થી 31 જુલાઇ સુધી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે કૉમન એન્ટ્રેસ ટેસ્ટ પરીક્ષા શરૂ થશે. બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઇ શકશે.
નાયબ મુખ્યપ્રધાન અશ્વતનારાયણે કહ્યું કે, 16-18 વર્ષના જે વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમાથી 70 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, જે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે તે પણ પરીક્ષા આપી શકશે.
પરીક્ષા વ્યવસ્થા સંબંધિત નાયબ મુખ્યપ્રધાને જાણકારી આપી હતી કે, જિલ્લા અધિકારી કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ માટે અલગ રૂમની વ્યવસ્થા કરશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષા માટે 127 વિસ્તારમાં પર 497 પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં કુલ 1,97,356 વિદ્યાર્થીઓ ભાગ લેશે.