ETV Bharat / bharat

દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે, અહીં ધારાસભ્ય ઉજવી રહ્યા છે જન્મ દિવસ - એમ જયરામે

દેશ હાલમાં વિપરીત પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે પ્રજાની સેવા કરતા ધારાસભ્યએ જ ભાન ભુલી અને પોતાના જન્મ દિવસની રંગેચંગે ઉજવણી કરી હતી.

દેશ કોરોના સામે ઝઝુમી રહ્યો છે, અહીં ધારાસભ્ય ઉજવી રહ્યા હતા જન્મ દિવસ

author img

By

Published : Apr 11, 2020, 10:49 AM IST

Updated : Apr 11, 2020, 11:38 AM IST

કર્ણાટક : કર્ણાટકના ટુમકુર જિલ્લાના તુરૂવેકરમાં ભાજપના ધારાસભ્ય એમ જયરામે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા દેશમાં ચાલી રહેલા લોકડાઉનની ચિંતા કર્યા વગર પોતાનો જન્મ દિવસ ઉજવતા નજરે ચડ્યા હતા.

જન્મ દિવસ ઉજવી રહેલા ધારાસભ્ય
જન્મ દિવસ ઉજવી રહેલા ધારાસભ્ય

વિશ્વ સહિત દેશ આજરોજ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે ધારાસભ્ય જ પોતે જિલ્લાની ચિંતા કર્યા વગર પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ તકે માત્ર ધારાસભ્ય એક જ નહી, પરંતુ તેના જન્મ દિવસમાં સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્યએ તમામ સાથે માત્ર કેક જ નહી, પરંતુ સમર્થકોને બિરિયાની ખવડાવી હતી. ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે 14 એપ્રિલ સુધી એટલે કે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. જે અંતિમ સમયમાંથી પસાર થઇ રહ્યું છે.

આ તકે દેશમાં કેટલાક રાજ્યમાં લોકડાઉનને વધારવાની માગ કરી છે. જેમાં ઓડિશા પ્રથમ એવુ રાજ્ય છે કે જેમાં 30 એપ્રિલ સુધી લોકડાઉનને વધારવામાં આવ્યુ છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની જો વાત કરવામાં આવે તો આંકડો 7447 પર પહોંચ્યો છે.

Last Updated : Apr 11, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.