ETV Bharat / bharat

લૉ સ્ટૂડન્ટના મોતની તપાસ બે મહિનામાં પૂરી કરવા સુપ્રીમનો આદેશ - લૉ સ્ટૂડેન્ટના મોતની તપાસ મહિના પૂરી કરવા સુપ્રીમનો આદેશ

3 વર્ષથી ચાલતાં નેશનલ લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીના મોત કેસની તપાસ હજુ સુધી પૂરી થઈ નથી. જે મામલે સુપ્રમી કોર્ટે રાજસ્થાન સરકારને આદેશ કર્યો છે કે, બે મહિનાની અંદર તપાસ પૂરી થઈ જવી જોઈએ.

Rajasthan govt
Rajasthan govt
author img

By

Published : Jul 8, 2020, 3:33 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નિર્દેશ કર્યો છે કે, ત્રણ વર્ષ પહેલા જોધપુરમાં નેશનલ લૉ યુનિર્વસિટીમાં થયેલી વિદ્યાર્થીના મોતના કેસની તપાસ બે મહિનામાં પૂરી કરી દેવી. ન્યાયમૂર્તિ રોહિંટન ફલી નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠની છેલ્લી સુનાવણીમાં રાજસ્થાન સરકારને નોટીસ આપી હતી. જેમાં પૂછ્યું હતું કે, છેલ્લા 3 વર્ષમાં કેસની તપાસ શા માટે આગળ વધી નથી.

નોંધનીય છે કે, મૃત વિદ્યાર્થીની માએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે આ કેસની તપાસ CBIને સોંપવા જણાવ્યું હતું. જેની સુનાવણી ઉચ્ચ અદાલતમાં થઈ હતી.

મૃતકની માતાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યની એજન્સીઓએ આ ઘટનામાં 10 મહિના વીતવા છતાં પણ કોઈ FIR નોંધી નહોતી. કેટલી આજીજી કર્યા બાદ તેમણે આ ઘટનાની ફરિયાદ નોંધી હતી.

આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાને 3 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને આરોપીની ધરપકડ પણ કરાઈ નથી.

અરજી કરનારે જણાવ્યું હતું કે, "મેં અને મારા પતિએ ન્યાય મેળવવા માટે અમે કેટલી વિનંતી કરી, કેટલાંય લોકોની મદદ માગી અને પુરાવા એકઠાં કર્યા. અમારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છતાં અનમને ન્યાય મળ્યો નથી. જેથી સુપ્રીમ કોર્ટ પાસે ન્યાય મેળવવા માટે અરજી કરીએ છીએ."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.