ETV Bharat / bharat

બિહાર વિધાનસભા ચૂંટણી : તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદીને પૂછ્યા 11 સવાલ - વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીની રેલી પહેલા આરજેડી નેતા તેજસ્વી યાદવે ફેસબુક પોસ્ટમાં પીએમ મોદીને 11 પ્રશ્નો પૂછ્યા હતા. તેજસ્વીએ મુખ્યત્વે રોજગાર અંગે આક્રમક વલણ અપનાવ્યું છે.

બિહાર વિધાનસભા ચૂંટણી : તેજસ્વીએ પીએમ મોદીના પૂછ્યા 11 સવાલ

author img

By

Published : Nov 1, 2020, 12:50 PM IST

Updated : Nov 1, 2020, 2:03 PM IST

પટના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બિહારમાં 4 રેલીઓ યોજાવાની છે. છપરા, સમસ્તીપુર, મોતીહારી, અને બગહામાં અલગ અલગ રેલીઓેને સંબોધન કરશે. આ પહેલાં આરજેડી નેતા તેજસ્વી યાદવે પોતાના ફેસબુક પોસ્ટમાં મોદીને 11 સવાલ પૂછ્યા છે. તેજસ્વીએ મોદીને બેરોજગારી સહિત કેટલાંય મુદ્દા પર પ્રશ્નો પૂછ્યા છે.

વિકાસમાં બિહાર સૌથી ખરાબ રાજ્ય : તેજસ્વી

તેજસ્વીએ ટ્વીટ કરી લખ્યું કે, માનનીય વડાપ્રધાન બિહારની મુલાકાત પહેલાં હું તમને બિહારના વિકાસ અને સુધારાને લગતા પ્રશ્નો પૂછવા માંગું છું. કારણ કે, તેમના હેઠળ નીતિ આયોગ રિપોર્ટ અનુસાર બિહાર શિક્ષણ, આરોગ્ય અને સતત વિકાસના તમામ ધોરણોમાં બિહાર સૌથી ખરાબ રાજ્ય છે.

  • તેજસ્વીના 11 પ્રશ્નો

1 નળ સે જળ યોજના પર વારંવાર અવાજ ઉઠાવતી બિહારની ડબલ એન્જિન સરકાર કુલ બજેટના માત્ર 4 ટકા જ પાણી પુરવઠા અને સૈનિટેશન પર કેમ ખર્ચ કરે છે? અને તે ચાર ટકામાંથી 70 ટકા ભ્રષ્ટાચારમાં કેમ જાય છે?

2 દેશના સૌથી ગરીબ રાજ્યોમાંથી એક બિહારમાં કુપોષણ અને ભૂખમરો પાછળ કુલ બજેટના 2 ટકા કરતા પણ ઓછો ખર્ચ શા માટે થાય છે? બિહારમાં 15 વર્ષથી એનડીએ સરકાર હોવા છતાં કુપોષણ અને ભૂખમરો શા માટે છે?

3 બિહારના યુવાનોએ પીએચડી, એન્જિનિયરિંગ, એમબીએ, એમસીએ કર્યા પછી પણ પટાવાળા અને માળી બનવા માટે કેમ ફોર્મ ભરવું પડે છે ?

4 બિહાર બરોજગારીનું કેન્દ્ર કેમ છે અને બિહારમાં ડબલ ઇંજન સરકારમાં રિકોર્ડ તોડ બેરોજગારી દર 46.6 ટકા કેમ છે?

5જૂનમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો લાભ લોકાડાઉનમાં બિહાર પરત ફરેલા પ્રવાસીઓને કેમ ન મળ્યો ? કેમ બિહારના પ્રવાસી બીજા રાજ્યમાંથી પરત આવવા મજબૂર બન્યા ?

6 મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલા કાર્યોનો પગાર શ્રમિકોને 4 મહિનાથી કેમ આપવામાં આવ્યો નથી ? કોણ દોષી છે કેન્દ્ર કે રાજ્ય ?

7ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત બિહારના જિલ્લો ( 84 ટકા અથવા 32 જિલ્લા ) ને સમાવવામાં આવ્યા તો પણ બિહાર પ્રવાસીની હાલત કેમ દયનીય છે?

8 એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન 11 લાખ કુટુંબોને જોબ કાર્ડ આપ્યા હોવા છતાં ફક્ત બિહારમાં 2,132 કુટુંબ જ 100 કાર્ય દિવસો પૂર્ણ કરી શક્યા ? તેવું કેમ ?

9 એનડીએની નીતિશ સરકાર કુલ બજેટના માત્ર 2 ટકા જ મહાદલિતો પર કેમ ખર્ચ કરે છે ?

10 બિહારને વર્ષ 2015 માં એક લાખ 65 હજાર કરોડના વિશેષ પેકેજની કેટલી રકમ મળી અને તેનો કેટલો હિસ્સો વિકાસ કામો પર ખર્ચા થયો? જો સંપૂર્ણ રકમ બહાર પાડવામાં ન આવી તો તેના માટે જવાબદાર કોણ છે?

11 ડબલ એન્જિન સરકાર હોવા છતાં વર્ષ 2014માં કરેલા તેમના વચન મુજબ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ મળ્યો નથી?

Last Updated : Nov 1, 2020, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.