ETV Bharat / bharat

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતા ઝાંખી નહીં પડવા દઈએ :નીતિન પટેલ

author img

By

Published : Jun 29, 2019, 7:52 PM IST

ગાંધીનગરઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની વ્યુઈંગ ગેલેરીમાં પાણી ભરાયું હતું. કોંગ્રેસે આ મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. 3000 કરોડના પ્રોજેક્ટમાં બેદરકારીના પગલે સરકારની ઠેર-ઠેર ટીકા થઈ રહી છે. આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તપાસ કરવાના આદેશ આપ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતા ઝાંખી નહીં પડવા દઈએ :નીતિન પટેલ

કેન્દ્ર સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બેદરકારી સામે આવે છે. વરસાદના કારણે પ્રતિમામાં પાણી ગળતર થયું હતું. આ બાબતે કોંગ્રેસે સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસના આક્ષેપ પછી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માં વરસાદનું પાણી ક્યાંથી લીકેજ થાય છે તે અંગેનો સંપૂર્ણ અહેવાલ હજી સુધી મળ્યો નથી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતા ઝાંખી નહીં પડવા દઈએ :નીતિન પટેલ

પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત સહિત ગુજરાતનું ગૌરવ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટની સારસંભાળ રાખવી ફરજ છે. જેથી આમાં કોઈ પણ ભૂલ થઈ હશે તો તેને સુધારવામાં આવશે. આ અંગે ખાસ સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જરૂર પડશે તો રીપેરીંગ પણ કરવામાં આવશે. નીતિન પટેલે ઉમેર્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાને કોઈ નુકશાન ના થાય, તેની સુંદરતા ઘટે નહીં તેવી તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. આ સમસ્યાને ઝડપથી દૂર કરવામાં આવશે. વ્યુઈંગ ગેલેરીમાં પાણી પડ્યું છે તે માટે તપાસ સોંપવામાં આવી છે.

Intro:હેડિંગ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાણી પાડવાનો મામલો : રાજ્ય સરકાર તાપસ કરશે : નીતિન પટેલ.

વિશ્વની ઊંચામાં ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી માં વરસાદના કારણે શહેરી તથા અન્ય જગ્યા ઉપર વરસાદી પાણી અને લીકેજ હોવાનું સામે આવતા સરકારી તંત્રમાં ભાગ દોડ મચી છે ત્યારે આ પાણી ક્યાંથી આવ્યું અને કેવી રીતે લીકેજ થયું તે અંગે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે...

Body:આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં વરસાદનું પાણી ક્યાંથી લીકેજ છે તે અંગેનો સંપૂર્ણ અહેવાલ હજી સુધી મળ્યો નથી પરંતુ ઓફ યુનિટી એ ગુજરાત નહીં પરંતુ વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું ગૌરવ છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સારસંભાળ રાખવી એક ફરજ છે જેથી આમાં કોઈ પણ ભૂલ થઈ હશે તો તેને સુધારવામાં આવશે જ્યારે આ અંગે ખાસ સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે.. જરૂર પડશે તો રીપેરીંગ પણ કરવામાં આવશે.

બાઈટ... નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાન

Conclusion:વધુમાં પટેલે જણાવ્યું હતું કે આ બાબતે ખાસ સૂચનો આપી દેવામાં આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા ને કોઈ નુકશાન ના થાય, તેની સુંદરતા ઘટે નહીં તેવા તમામ ધ્યાન રાખવામાં આવશે. અને આ સમસ્યાને ઝડપથી દૂર કરવામાં આવશે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.