નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું કે, મોંઘવારી નિયંત્રણમાં છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં સુધારના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે. તેમણે અર્થવ્યવસ્થા માટે રાહતની જાહેરાત કરતાં કહ્યું કે, મોંઘવારી 4%ના લક્ષ્યથી ખૂબ જ નીચે છે.
હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર નજરઃ
નિર્મલા સીતારમણે કહ્યું કે, અમારું ફોક્સ હોમ બાયર્સ, એક્સપોર્ટ અને ટેક્સ રિફોર્મ પર છે. 45 લાખ રૂપિયા સુધીના મકાનની ખરીદી પર ટેક્સમાં રાહત આપવાના નિર્ણયનો ફાયદો રિયલ એસ્ટેટ સેક્ટરને મળશે.
અફોર્ડેબલ, મિડલ ઇન્કમ હાઉસિંગ માટે મોટી જાહેરાત
અફોર્ડેબલ, મિડલ ઇન્કમ હાઉસિંગ માટે સરકારે 10 હજાર કરોડના ફંડની જાહેરાત કરી છે અને અફોર્ડેબલ હાઉસિંગ પર ECB ગાઇડલાઇન્સ સરળ કરવામાં આવશે. વધુમાં જણાવીએ તો ઇસીબી વિન્ડો હેઠળ ભારતની કંપનીઓ અલગ-અલગ સાધનોની મદદથી ખાસ સ્થિતિઓમાં વિદેશથી ઋણ લેવા માટે યોગ્ય છે.
ફોરેક્સ લોન નિયમને વધુ સરળ બનાવવામાં આવ્યા
નાણાપ્રધાને કહ્યું કે, ફોરેક્સ લોન નિયમને સરળ બનાવવામાં આવ્યા છે. તે સાથે જ તેમણે કહ્યું કે, નાના-નાના ડિફોલ્ટ કેસમાં હવે કોઇ કાનુની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ ઉપરાંત 25 લાખ રૂપિયા સુધી ટેક્સ ડિફોલ્ટર્સ પર કાર્યવાહી માટે સીનિયર અધિકારીઓની મંજૂરી જરૂરી હશે.
સરકારનું લક્ષ્ય
સરકારે રિઝર્વ બેન્કને છૂટક મોંઘવારી દર 4%થી નીચે રાખવાનો લક્ષ્ય આપ્યો છે. જો કે, છૂટક મોંઘવારી દર ઓગસ્ટમાં થોડી તેજી સાથે 3.21% પહોંચ્યો હતો, પરંતુ હવે તે નિર્ધારિત મર્યાદામાં છે.
જુલાઇ 2019 સુધી સુધારના સ્પષ્ટ સંકેત
નિર્મલા સીતારમણે કહ્યું કે, 2018-19ના ચોથા ક્વાર્ટરમાં ઔદ્યોગિક ઉત્પાદનને સંબંધિત તમામ ચિંતાઓ બાદ પણ જુલાઇ 2019 સુધી અમને સુધારાના સ્પષ્ટ સંકેતો જોવા મળ્યા છે.
સારા પરિણામ
તેમણે વધુમાં જણાવ્યું કે, આશિંક ઋણ ગેરંટી યોજના સહિત NBFCમાં ઋણ (દેવા)નો પ્રવાહ સુધારવાની જાહેરાતના સારા પરિણામ દેખાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, ઘણી NBFCને ફાયદો થયો છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ગોવામાં GST પરિષદની બેઠકમાં એક દિવસ પહેલા તે અર્થવ્યવસ્થામાં દેવાના પ્રવાહની સમિક્ષા કરવા માટે 19 સપ્ટેમ્બરે સાર્વજનિક બેન્કોમાં પ્રમુખો સાથે મુલાકાત કરશે.