નાણાંપ્રધાન નિર્મલાસીતારણે આજે બજેટ કરી રહ્યાં છે.આજે સૌ કોઈની નજર જે-તે ક્ષેત્રમાં ફાળવાતા બજેટ પર મંડાયેલી છે. ત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકારે મહિલાને શું આપ્યું છે. તે જાણાવા દેશની મહિલામાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
બજેટમાં મહિલા વિકાસ માટે કરાયેલી ફાળવણી ....
- મહિલાઓ સાથે જોડાયેલી યોજનાઓ માટે 28,600 કરોડની ફાળવણી
- 6 લાખથી વધારે આંગણવાડી કાર્યકર્તાઓને 10 કરોડ ઘર સુધી પહોંચવા માટે સ્માર્ટફોન આપવામાં આવશે.
- પોષણ આહાર સાથે જોડાયેલી માહિતી ભેગી કરી રહ્યા છે.
- એક ટાસ્ક ફોર્સ છ મહિનામાં તેમનો રિપોર્ટ આપશે.
- મહિલાઓ સાથે જોડાયેલી યોજનાઓ માટે રૂ. 28,600 કરોડ ખર્ચ કરવામાં આવશે.
- બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનના ગયા વખતે સારા પરિણામો મળ્યા છે.
- મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજનાનું એલાન કર્યુ, જે અંતર્ગત બીજ સાથે જોડાયેલી યોજનાઓમાં મહિલાઓને મુખ્ય રીતે જોડવામાં આવશે