- શું છે ક્યૂરેટિવ પિટિશન?
ક્યૂરેટિવ પિટિશન એ સમયે દાખલ કરવામાં આવે છે જ્યારે કોઈ ગુનેગારની રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી દયા અરજી અને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી રદ કરવામાં આવે ત્યારે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવે છે. આવા કિસ્સામાં ક્યૂરેટિવ પિટિશન એ આરોપી પાસેની અંતિમ તક હોય છે જેના દ્વારા તે પોતાના માટે નક્કી કરવામાં આવેલી સજાને ઘટાડવા માટે વિનંતી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે 9 જુલાઈ 2018ના રોજ આ કેસના અન્ય ત્રણ આરોપીની પુનર્વિચાર અરજી નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે, આરોપીઓએ 2017ના નિર્ણયની સમીક્ષા કરવા કોઈ આધાર આપ્યો નહતો.
આપને જણાવી દઈએ કે, આરોપીઓ પૈકીના એક રામ સિંહે દિલ્હીની તિહાડ જેલમાં આત્મહત્યા કરી હતી.
આ કેસના આરોપીઓમાં એક સગીર હતો. જેને ત્રણ વર્ષ સુધી બાળ સુધાર ગૃહમાં રખાયા બાદ છોડી દેવામાં આવ્યો હતો.
આરોપીઓને નીચલી અદાલત અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા 2017માં સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ યથાવત રાખવામાં આવી હતી.