નીરવ મોદી અરબ ડૉલરથી વધારે PNB છેતરપીંડીમાં મુખ્ય આરોપી છે. નીરવ મોદી અને તેની બહેનના ચાર સ્વિસ એકાઉન્ટની લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ભારતમાં નીરવ મોદીની વિરૂદ્ધ ચાલી રહેલા આપરાધિક કેસ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે વર્તમાનમાં આ ખાતાઓમાં કુલ 283.16 કરોડ રૂપિયા જમા છે. પ્રવર્તન નિર્દેશાલયની માંગણી બાદ સ્વિટ્ઝરલેન્ડના અધિકરીઓએ બેંકોની લેવડ-દેવડ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈડીએ કહ્યું કે બંને ભારતમાં બેન્ક સાથે કરેલી છેતરપીંડીના નાણાં આ ખાતાઓમાં જમા કર્યા છે.
ઈડીએ થોડા સમય અગાઉ સ્વિસ અધિકારીઓને કાયદાકીય પુરાવા સાથે વિનંતી કરી હતી
બેન્ક છેતરપીંડી બાબતે લંડનમાં પોલીસ કસ્ટડીમાં રહેલા નીરવ મોદીના ખાતામાં 3,74,11,596 ડૉલર જમા કર્યા હતા, જ્યારે તેની બહેન પૂર્વી મોદીના ખાતામાં 27,38,136 જીબીપી જમા છે. કુલ 283.16 કરોડ રૂપિયા જમા હોવાની વિગતો સામે આવી છે.
હવે કેન્દ્રીય તપાસ સમિતિ પીએમએલએ અંતર્ગત આ બેન્ક ખાતાઓમાંથી રીકવરી કરવા માટે પ્રયત્ન કરશે.