લંડનઃ છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ઘેરાયેલા હીરાના વેપારી નિરવ મોદી સાથે જોડાયેલી કંપનીઓ સાથે સંબધિત તથા કથિત રીતે નકલી ડિરેક્ટરો દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં ચોરીમાં ફસાઇ જવા અથવા હત્યા કરવાની ધમકી જેવા આરોપ છે.
કેન્દ્રીય તપાસ બ્યુરોએ આ વીડિયો નિરવ વિરુદ્ધ ચાલી રહેલા પ્રત્યાર્પણ કેસની સુનાવણી દરમિયાન બ્રિટેનની એક અદાલતમાં રજૂ કર્યો હતો.
આ અઠવાડિયે સુનાવણી દરમિયાન લંડનના વેસ્ટમિંસ્ટર મજિસ્ટ્રેટની અદાલતમાં બતાવવામાં આવેલા વીડિયોમાં છ ભારતીયોને સાંભળી શકાય છે. તેમાંથી દરેકે દુબઇ છોડવાની અને મિસ્ત્રના કાહિરા આવવા માટે મજબૂર કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે.
તેમના અનુસાર ત્યાં તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા અને તેમની ઇચ્છા વિરુદ્ધ નિરવના ભાઇ નેહાલ મોદીએ સંદિગ્ધ કાગળો પર કથિત રૂપે સાઇન કરાવી હતી.
એક વ્યક્તિએ વીડિયોમાં કહ્યું કે, મારું નામ આશીષ કુમાર મોહનભાઇ લાડ છે. હું સનસાઇન જેમ્સ લિમિટેડ, હૉંગકોંગ અને દુબઇની યૂનિટી ટ્રેડિંગમાં માલિક છું.
તેમણે કહ્યું કે, નિરવ મોદીએ મને ફોન કર્યો અને કહ્યું કે, તે મને ચોરીના આરોપમાં ફસાવી દેશે. તેણે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. મને કહ્યું તે મને મારી નાખશે.