હકીકતમાં જોઈએ તો નવ વર્ષિય અલંગબામ પાંચમાં ધોરણમાં ભણે છે. પણ તે જ્યારે શાળાએથી ભણી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન તેણે રોપેલા ઝાડને કોઈએ કાપી નાખ્યું હતું.આ જોઈ બાળકી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. આ ઘટનાને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી. આ વિડીયો એટલો વાયરલ થયો કે, મણિપુરના મુખ્યપ્રધાન પાસે વાત પહોંચી.
મણિપુરના મુખ્યપ્રધાન એન વિરેન સિંહે આ બાળકીનું પ્રકૃતિ પ્રત્યેનો લગાવ અને સંવેદનશિલતાને જોઈ રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રીન મણિપુર મિશનની એમ્બેસડર બનાવી દીધી. સરાહામણિપુરના કાકિંગ જિલ્લાના હયાંગલામ માચા લીકાઈ ગામની રહેવાસી અલંગબમે જણાવ્યું હતું કે, મેં ચાર વર્ષ પહેલા આ ઝાડ રોપ્યા હતાં, જેને હું મારા ભાઈની માફક દેખરેખ રાખતી હતી. હું તેને ખૂબ જ પ્રેમ કરતી અને તેની જાળવણી કરતી હતી. પણ હું જ્યારે સ્કૂલેથી ઘરે આવી અને જોયું તો ઝાડ કપાયેલું હતું, આ જોઈને મને ઘણું ખરાબ લાગ્યું. હું ભવિષ્યમાં વન અધિકારી બનવા માગુ છું, તથા દરેક જગ્યાએ વૃક્ષો વાવવા માગુ છું.
આ બાળકીને રાજ્યના ગ્રીન અમ્બેસડર બનાવતા તેના માતા પિતા ઘણા ખુશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ પીવાના પાણીની ખૂબ તકલીફ છે. ઘણી જગ્યાએ તો દુષ્કાળ જેવી સ્થિતી છે. જેમાં વૃક્ષોને કાપવા તથા પ્રકૃતિ સાથે છેડછાડ મુખ્ય કારણ છે. આ બાળકીના પ્રસંગથી તમામ લોકોએ પ્રેરણા લેવા જેવી છે.