1) PM મોદી આજે વડાપ્રધાન બાળ પુરસ્કાર (PMRBP) એવોર્ડથી સન્માનિત બાળકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરશે.
![વડાપ્રધાન બાળ પુરસ્કાર (PMRBP) એવોર્ડથી સન્માનિત બાળકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_fdsfsd.jpg)
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 32 જિલ્લાઓના વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ તમામ બાળકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે.
2 ) પંચમહાલના નવનિર્મિત કાર્યાલય કમલમનો ઉદ્ધાટન કાર્યક્રમ યોજાશે.
![પંચમહાલના નવનિર્મિત કાર્યાલય કમલમનો ઉદ્ધાટન કાર્યક્રમ યોજાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_wartwerte.jpg)
આજે પંચમહાલના નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમનો ઉદ્ધાટન કાર્યક્રમ યોજાશે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાશે કાર્યક્રમ, મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત
3) ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ
![ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_hggf.png)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ ચૂંકી છે.ત્યારે 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે.
4) 72માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રજોગ સંદેશ આપશે.
![72માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રજોગ સંદેશ આપશે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_rrrqrewrw.jpg)
દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવતીકાલ એટલે 26 જાન્યુઆરીના રવિવારે 72મા ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. જેની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધન કરશે.
5)મુંબઈના આઝાદ મેદાનમાં કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં આજે શરદ પવાર સામેલ થશે.
![મુંબઈના આઝાદ મેદાનમાં કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં આજે શરદ પવાર સામેલ થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_fgfdgd.jpg)
કૃષિ કાયદાઓના વિરોધમાં 2 મહિનાથી ચાલી રહેલા પ્રદર્શનમાં આજે NCPના દિગ્ગજ ઉમેદવાર શરદ પવાર મુંબઈના આઝાદ મેદાનમાં ચાલી રહેલા પ્રદર્શનમાં સામેલ થશે. કૃષિ કાયદાઓના વિરોધમાં અંદાજે બે મહિનાથી ચાલતા ખેડૂત આંદોલનની આગ હવે મુંબઈ પહોંચી છે.
6)આજે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ
![આજે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_dassa.jpg)
દેશભરમાં મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની દેશમાં ઉજવણી થશે.
7)મરાઠા આરક્ષણ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
![મરાઠા આરક્ષણ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_dfgfzdg.jpg)
મરાઠા આરક્ષણના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
8)રાષ્ટ્રીય કુશ્તી ચેમ્પિયનશીપમાં રોહિત 65 કિગ્રા વર્ગમાં બન્યો રાષ્ટ્રીય ચેમ્પિયન
![રાષ્ટ્રીય કુશ્તી ચેમ્પિયનશીપમાં રોહિત 65 કિગ્રા વર્ગમાં બન્યો રાષ્ટ્રીય ચેમ્પિયન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_qwekasd.jpg)
હરિયાણાનો રોહિત પુરુષોની ફ્રીસ્ટાઈલ કુશ્તી ચેમ્પિયનના 65 કિલોગ્રામ વર્ગમાં ચેમ્પિયન બન્યો છે.
9)બોલીવૂડ અભિનેત્રી કંગના રંનૌત અને રંગોલી ચંદેલ પર રાજદ્રોહ કેસ મામલે આજે સુનાવણી થશે.
![બોલીવૂડ અભિનેત્રી કંગના રંનૌત અને રંગોલી ચંદેલ પર રાજદ્રોહ કેસ મામલે આજે સુનાવણી થશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_gtwert.jpg)
અભિનેત્રી કંગના રંનૌત અને રંગોલી ચંદેલબંને વિરુદ્ધ કોર્ટના આદેશ પર 17 ઓક્ટોબરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. કંગનાને આ પહેલાં ત્રણ વાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ ભાઈના લગ્નને કારણે આવી શકી નહોતી.આજે કેસ મામલે સુનાવણી થશે.
10) અભિનેત્રી રકુલ પ્રીતે તેમની આગામી ફિલ્મ થૈન્ક ગૉડનું શૂંટિગ કર્યુ શરુ
![અભિનેત્રી રકુલ પ્રીતે તેમની આગામી ફિલ્મ થૈન્ક ગૉડનું શૂંટિગ કર્યુ શરુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10367800_sdsa.jpg)
રકુલ પ્રીતે ફિલ્મ થેન્ક ગૉડનું શૂંટિગ કરી દીધું છે. ત્યાકે તેમની સાથે અભિનેતા અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. અભિનેત્રીએ ફિલમના સેટ પરથી એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.