ETV Bharat / bharat

સોશિયલ ડિસટન્સ સાથે રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા - latestgujaratinews

રાજ્યસભા માટે હાલમાં ચૂંટણીમાં 20 રાજ્યોમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા, શિબૂ સોરેન, દિગ્વિજય સહિત 61 સભ્યો ચૂંટાયા હતા. જે આજે (બુધવારે) શપથ ગ્રહણ કર્યા છે. આ સભ્યો સદનની ચેમ્બરમાં શપથ લીધા હતા. આ 61માંથી 43 સભ્ય પહેલી વખત રાજ્યસભા પહોંચ્યા હતા. જેનાથી કોવિડ-19ને લઈ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું.

rajya sabha
rajya sabha
author img

By

Published : Jul 22, 2020, 11:08 AM IST

Updated : Jul 22, 2020, 1:09 PM IST

નવી દિલ્હી: રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા, શિબૂ સોરેન, દિગ્વિજય સહિત 61થી વધુ નેતાઓ આજે સદનની ચેમ્બરમાં શપથ લીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રથમ વખત હશે જ્યારે આંતર સત્રના સમયગાળા દરમિયાન સભ્યો કોવિડ-19 મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટેનસિંગનું પાલન સાથે રાજ્યસભાના અધ્યક્ષની ચેમ્બરમાં શપથ ગ્રહણ લીધા હતા.

રાજ્યસભાની તાજેતરની ચૂંટણીમાં 20 રાજ્યોમાંથી 61 સભ્યો ચૂંટાયા છે. શપથ ગ્રહણ સામાન્ય રીતે સત્ર દરમિયાન થાય છે અથવા જ્યારે સંસદ સત્ર ન હોય ત્યારે રાજ્યસભાના અધ્યક્ષની ચેમ્બરમાં થાય છે.

સભ્યસભાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરેક સભ્યને શપથ ગ્રહણ સમારોહ માટે તેમની સાથે માત્ર એક જ વ્યકતિને લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડૂએ નિર્ણય લીધો હતો કે, રાજ્યસભા અને લોકસભા બંન્ને સાથે જોડાયેલી વિભાગની સંસદીય સ્થાયી સમિતિઓની બેઠક શરુ કરવાની અને આ બેઠકોમાં નવા સભ્યોને ભાગ લેવાની જરૂરિયાત ધ્યાનમાં રાખી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, કેશવ રાવ અને તિરુચિ શિવા જેવા રાજ્યસભાના કેટલાક નવા ચૂંટાયેલા અને ફરી વખત ચૂંટાયેલા કેટલાક સભ્યો સંસદીય સમિતિના અધ્યક્ષ છે અને શપથ માટે સંબંધિત સમિતિઓની બેઠકો લઈ શકતા નથી. નવા ચૂંટાયેલા સભ્યો પણ પદની ગોપનિયતાના શપથ લીધા વગર સમિતિઓની બેઠકોમાં ભાગ લઈ શકતા નથી.

અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યસભાના મહાસચિવે નવા ચૂંટાયેલા સભ્યોને 22 જુલાઈના શપથ ગ્રહણ માટે જાણકારી આપી હતી. જે લોકો આ શપથ ગ્રહણમાં ન આવી શકે તેમણે સંસદના ચોમાસું સત્ર દરમિયાન શપથ ગ્રહણ આપવામાં આવશે.

Last Updated : Jul 22, 2020, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.