ETV Bharat / bharat

બિહાર વિધાનસભા પરિષદના 8 સભ્યોએ લીધા શપથ - બિહાર ન્યૂઝ

બિહાર વિધાનસભાનું વિશેષ સત્ર 23 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સત્ર શરૂ થતાં પહેલાં નવા સભ્યોને શપથ લેવાની જરૂર હોવાથી તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેથી તેઓ 26 નવેમ્બરના રોજ રાજ્યપાલના સંયુક્ત સંબોધનમાં ભાગ લઈ શકે.

Bihar
Bihar
author img

By

Published : Nov 22, 2020, 7:37 PM IST

  • વિધાન પરિષદના નવનિયુક્ત આઠ સભ્યોએ શપથ લીધા
  • 23 નવેમ્બરથી બિહાર વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ
  • રાજ્યપાલના સંયુક્ત અભિભાષણમાં લેશે ભાગ

પટના: બિહાર વિધાનસભાનું વિશેષ સત્ર 23 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સત્ર શરૂ થતાં પહેલાં નવા સભ્યોને શપથ લેવાની જરૂર હોવાથી તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેથી તેઓ 26 નવેમ્બરના રોજ રાજ્યપાલના સંયુક્ત સંબોધનમાં ભાગ લઈ શકે.

8 સભ્યો શિક્ષક અને સ્નાતક ક્વોટાના

આપને જણાવી દઇએ કે 8 સભ્યો શિક્ષક અને સ્નાતક ક્વોટામાંથી આવ્યા છે. તમામ નવા ચૂંટાયેલા સભ્યોને કાઉન્સિલના કારોબારી અધ્યક્ષ અવધેશ નારાયણ સિંઘે શપથ ગ્રહણ કરાવ્યાં છે. આ વિધિ બપોરે 12.30 કલાકે વિધાનસભા પરિષદ સભાગૃહમાં કરવામાં આવી હતી.આ દરમિયાન સીએમ નીતીશ કુમાર, ડેપ્યુટી સીએમ તરકિશોર પ્રસાદ અને અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહયા હતાં.

નોંધનીય છે કે નવા સભ્યોમાં જેડીયુ, ભાજપ અને સીપીઆઇએ બે-બે જીત્યા છે, જ્યારે એક કોંગ્રેસ અને એક અપક્ષ પણ જીત્યા છે. નવા ચૂંટાયેલા સભ્યોમાં જેડીયુના નીરજ કુમાર અને દેવેશચંદ્ર ઠાકુરનો સમાવેશ થાય છે. ભાજપના ડો.એન.કે. યાદવ અને પ્રો નવલ કિશોર યાદવ છે. સીપીઆઈના કેદારનાથ પાંડે અને પ્રો. સંજયકુમાર સિંહ છે. આ સિવાય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મદન મોહન ઝા અને અપક્ષ દરભંગા સ્નાતક બેઠક પર વિજય મેળવનાર સર્વેશ કુમારે પણ શપથ લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.