ETV Bharat / bharat

કોવિડ 19 દરમિયાન ગંધ પારખવાની મંદ પડતી શક્તિ સામાન્ય શરદીની સરખામણી કરતા અલગ

Covid-19 દરમિયાન ગંધ પારખવાની મંદ પડતી શક્તિ સામાન્ય શરદીની સરખામણી કરતા અલગ...

ગંધ પારખવાની મંદ પડતી શક્તિ
ગંધ પારખવાની મંદ પડતી શક્તિ
author img

By

Published : Aug 23, 2020, 9:51 PM IST

ન્યૂઝડેસ્ક : તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં બતાવવામાં આવ્યુ છે કે Covid-19 દરમીયાન ગંધ પારખવાની મંદ પડતી શક્તિ સામાન્ય શરદીની સરખામણીમાં કઈ રીતે અલગ છે.

યુરોપમાં આવેલા સુઘંવાની શક્તિને લગતા રોગોના નિષ્ણાંતોના એક જૂથ દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં તાવ કે ફ્લુ દરમીયાન મંદ પડતી સુંઘવાની શક્તિ અને Covid-19ના સંક્રમણના પરીણામે મંદ પડતી દર્દીની સુંઘવાની શક્તિ વચ્ચેનો ભેદ બતાવવામાં આવ્યો છે. આ અભ્યાસના તારણોમાં એ સીધ્ધાંત પર વજન આપવામાં આવ્યુ છે કે Covid-19 મગજ અને સેન્ટ્રલ નર્વસ સીસ્ટમને ચેપગ્રસ્ત કરે છે.

હૈદરાબાદ: યુરોપના સ્મેલ ડીસઓર્ડરના નિષ્ણાંતોએ તાજેતરમાં કરેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે Covid-19 દરમીયાન સુંઘવાની શક્તિને થતી અસર સામાન્ય તાવ અને શરદીમાં થતી અસરથી કઈ રીતે અલગ છે. 19 ઓગસ્ટ 2020ના રોજ ‘Rhinology’ નામની જર્નલમાં પ્રસીદ્ધ થયેલા અભ્યાસ, ‘Comparison of COVID-19 and Common Cold Chemosensory Dysfunction’માં પહેલી વાર બતાવવામાં આવ્યુ છે કે Covid-19થી સંક્રમીત થયેલા લોકોને થતા સ્મેલ અને ટેસ્ટ ડીસઓર્ડર એ અન્ય અપર રેસ્પીરેટરી ઇન્ફેક્શનને કારણે થતા સ્મેલ ડીસઓર્ડરથી કઈ રીતે અલગ છે.

આ સંશોધન દરમીયાન સામે આવેલો સૌથી મોટો તફાવત એ છે કે, Covid-19ના સંક્રમણના પરીણામે પણ દર્દીની ગંધ પારખવાની શક્તિ મંદ પડે છે પરંતુ તેઓ મુક્ત રીતે શ્વાસ લઈ શકે છે, તેમને નાકમાંથી પાણી નીકડવાની કે નાકથી શ્વાસ લેવામાં અવરોધ ઉભો થવાની ફરીયાદ હોતી નથી તેમજ તેઓને કળવો કે મીઠો સ્વાદ પારખી શકતા નથી. આ તારણ એ થીયરી પર ભાર મુકે છે કે, Covid-19 દર્દીના મગજ અને સેન્ટ્રલ નર્વસ સીસ્ટમને ચેપગ્રસ્ત બનાવે છે. સંશોધનકારોની ટીમને આશા છે કે, કોરોના વાયરસની પ્રાથમીક તપાસ અને ઇમર્જન્સી વિભાગોમાં Covid-19ના સ્ક્રીનીંગમાં સ્વાદ અને ગંધ પારખવાની શક્તિનો એક ટેસ્ટ ઉમેરવામાં તેમનું આ સંશોધન મદદરૂપ થશે.

UEAની નોર્વીચ મેડીકલ સ્કુલમાં ફરજ બજાવતા અને આ અભ્યાસના મુખ્ય સંશોધક, પ્રોફેસર કાર્લ ફિલપોટે જણાવ્યુ હતુ કે, “સ્વાદ અને ગંધ પારખવાની શક્તિમાં થતો ઘટાડો એ Covid-19નું સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત તાવ-ઠંડી દરમીયાન પણ ગંઘ અને સ્વાદની શક્તિ પર અસર પડવી એ સામાન્ય લક્ષણ છે. અમે શોધવા માગતા હતા કે તાવ-શરદી દરમીયાન ગંધ અને સ્વાદની શક્તિને પહોંચતી અસરમાં અને Covid-19ના સંક્રમણને પરીણામે નાક અને જીભની શક્તિને પહોંચતી અસરમાં મુખ્યત્વે શું તફાવત છે.”

સંશોધનકારોની ટીમે અલગ અલગ વય અને જાતીના ત્રણ જૂથ પર સ્વાદ અને ગંધ પારખવાની શક્તિના ટેસ્ટ કર્યા હતા જેમાં દસ Covid-19ના દર્દી, દસ તાવ-શરદીના દર્દી અને દસ સ્વસ્થ લોકોનો સમાવેશ થતો હતો.

પ્રોફેસર ફિલપોટે જણાવ્યુ હતુ કે, “અમારે એ જાણવુ હતુ કે આ દર્દીઓના ટેસ્ટ બાદ મળેલા આંકડાઓ Covid-19ના દર્દીઓ અને તાવ-શરદીના દર્દીઓની નાક અને સ્વાદની શક્તિને થતી અસર વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી શકે છે કે કેમ”

“અમે જાણતા હતા કે શ્વસનને લગતા અન્ય વાયરસ કરતા Covid-19 અલગ રીતે વર્તે છે ઉદાહરણ તરીકે તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓવર રીએક્ટ કરે છે જેને સાયટોકાઇન સ્ટોર્મ કહે છે, તેમજ તે દર્દીની નર્વસ સીસ્ટમને પણ અસર પહોંચાડે છે.”

“તેથી અમને શંકા છે કે ગંધ અને સ્વાદની શક્તિ મંદ પડવાના કારણો અને પરીણામો બંન્ને જુથોમાં અલગ અલગ હોઈ શકે છે.”

“અમને જાણમાં આવ્યુ કે Covid-19ના દર્દીમાં ગંધ પારખવાની શક્તિને તીવ્ર અસર પહોંચતી હતી. Covid-19ના સંક્રમણ દરમીયાન તેઓ ગંધને પારખવા માટે પુરતા સશક્ત ન હતા તેમજ કળવા અને મીઠા સ્વાદને પારખવાની તેમની શક્તિ પણ મંદ પડી ચુકી હતી. હકીકતમાં શરદી અને તાવના દર્દીની સરખામણીમાં આ એક એવી સ્વાદની શક્તિ પરની અસર હતી કે જે Covid-19ના દર્દીમાં જોવા મળતી હતી.”

“આ ખુબ જ રસપ્રદ હતુ કારણ કે આ તારણોનો મતલબ એ હતો કે Covid-19ના દર્દી અને સામાન્ય તાવ-શરદીના દર્દી વચ્ચેનો ભેદ સમજવા માટે સ્વાદ અને ગંધ પારખવાની શક્તિનુ આ પરીક્ષણ મદદરૂપ સાબીત થવાનુ હતુ.”

“જો કે આ પ્રકારના ટેસ્ટ થ્રોટ સ્વોબ જેવા ઔપચારીક ડાયગ્નોસ્ટીક સાધનોની જગ્યા તો ન લઈ શકે પરંતુ જ્યારે પરીક્ષણના પરંપરાગત સાધનો ઉપલબ્ધ ન હોય અને જ્યારે ઝડપી સ્ક્રીનીંગની જરૂર હોય, ખાસ કરીને પ્રાથમીક સારવારના ભાગરૂપે અથવા એરપોર્ટ જેવી જગ્યાઓ પર કે ઇમર્જન્સી વિભાગોમાં પરીક્ષણની જરૂર હોય ત્યારે આ પ્રકારના ટેસ્ટ મદદરૂપ સાબીત થઈ શકે છે.”

“આ સંશોધનમાં અન્ય એક એ વાત પણ સ્પષ્ટ થઈ રહ્યો છે કે જ્યારે Covid-19ના દર્દીઓમાં સ્વાદ અને ગંધ પારખવાની શક્તિની વાત આવે છે ત્યારે તાવ-શરદીના દર્દીની સરખામણીમા Covid-19ના દર્દીઓમાં તદ્દન અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે.”

“કેટલાક દર્દીઓમાં સામે આવેલા ન્યુરોલોજીકલ ફેરફારોના આધારે આ પહેલા કહેવામાં આવ્યુ હતુ કે Covid-19 વાયરસ સેન્ટ્રલ નર્વસ સીસ્ટમને અસર પહોંચાડે છે. Covid-19ના વાયરસની સરખામણી SARS સાથે પણ કરવામાં આવી રહી છે કારણ કે SARS પણ શક્યત: નાકમાં આવેલા ગંધના રેસ્પીરેટર્સ દ્વારા મગજમાં પ્રવેશે છે.”

“કેટલાક અંશે અમારા તારણો Covid-19ના દર્દીમાં સેન્ટ્રલ નર્વસ સીસ્ટમના સ્તરે એક વિશીષ્ટ સંડોવણીને પ્રતિબીંબીત કરે છે.”

“એક એ વાત પણ રસપ્રદ છે કે Covid-19 ખાસ કરીને કળવા અને મીઠા સ્વાદના રેસ્પીરેટર્સને અસર પહોંચાડે છે કારણ કે જન્મજાત રોગ પ્રતિકારક ક્ષમતામાં આ રેસ્પીરેટર્સની મહત્વની ભૂમીકા રહેલી છે.”

“શું લોકોના કળવા અને મીઠા સ્વાદના રેસ્પીરેટર્સમાં રહેલી અનુવાંશીક વિવિધતા તેમને પહેલેથી જ Covid-19 સામે રક્ષણ આપી શકે છે અથવા તેનાથી ઉલટુ સીધી રીતે અથવા સાયકોટીન સ્ટોર્મના માધ્યમથી લોકોની રેસ્પીરેટર્સના કાર્ય પર Covid-19 કેવી અસર પહોંચાડી શકે છે તે જાણવા માટે વધારે સંશોધન કરવાની જરૂર પડશે.”

આ સંશોધનનું નેતૃત્વ સીલીનક્વિઝ યુનિવર્સીટીયર્ઝ સેઇન્ટ-લુક (બેલ્જીયમ), યુકેની જેમ્સ પગેટ યુનિવર્સીટી હોસ્પીટલના નોર્ફોક સ્મેલ એન્ડ ટેસ્ટ ક્લીનીક/યુનિવર્સીટી ઓફ ઇસ્ટ એન્જલીયા સાથે મળીને યુનિવર્સીટી કેથોલીક ડી લુવાનીયા (બેલ્જીયમ), એરીસ્ટોટલ યુનિવર્સીટી (ગ્રીસ), ઇસ્તમ્બુલ (તુર્કી)માં આવેલી એકીબેડેમ તકસીન હોસ્પીટલ, બીરૂની યુનિવર્સીટી (તુર્કી) તેમજ યુનિવર્સીટી હોસ્પીટલ ઓફ ફોગિયા (ઇટલી) દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.