નવી દિલ્હી / પેરિસ: પાંચ રાફેલ લડાકુ વિમાનોની પહેલી બેચ ભારત રવાના થઈ ગઈ છે. તે 29 જુલાઈએ ભારત પહોંચશે. આ વિમાનોને 20 ઓગસ્ટે એરફોર્સના કાફલામાં સમાવિષ્ટ કરવામાં આવશે.
7364 કિલોમીટરની હવાઇ યાત્રા પુરી કરીને 5 રાફેલ વિમાન બુધવારે અંબાલા એરબેસ પહોંચશે.એરફોર્સના એર ક્રૂ અને ગ્રાઉન્ડ ક્રૂએ ફ્રાન્સમાં ઉચ્ચ અદ્યતન શસ્ત્ર પ્રણાલીથી સજ્જ વિમાનોની વિસ્તૃત તાલીમ લીધી છે. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે લડાકુ વિમાનોના આગમન પછી, તેમના પરિચાલનનો નિર્ણય લેવામાં આવશે.
પૂર્વી લદ્દાખમાં એક્ટ્યુઅલ કંટ્રોલ લાઇનને લઇને ચીન સાથેના અંતરાલ વચ્ચે વાયુસેનાના ટોચના કમાન્ડરોની લદાખમાં બેઠક થઇ હતી. આ બેઠક દરમિયાન ભારત-ચીન સરહદ પર રાફેલ લડાકુ વિમાનોના તૈનાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વાયુસેનાએ તેના આધુનિક કાફલાના તમામ લડાકુ વિમાનો જેમ કે મિરાજ 2000, સુખોઇ -30 અને મિગ -29 ને અગ્રિમ ચોકીઓ પર તૈનાત કર્યા છે, જેના દ્વારા સરહદ પર રાત-દિવસ નજર રાખવામાં આવે છે.