ETV Bharat / bharat

ગ્રામીણ વિસ્તારમાં વિકાસનું નવું મૉડલ - unemployment

કોરોના સંકટ ફેલાયું તે સાથે જ લાખો પ્રવાસી મજૂરો શહેરોમાંથી કામ છોડીને ગામડે વતનમાં જવા નીકળી પડ્યા હતા. સંતાનો સાથે એમ જ હજારો કિલોમિટર પગપાળા જ ચાલી નીકળેલા મજૂરોને જોઈને અનેકોની આંખમાં પાણી આવી ગયા હતા. કોરોના મહામારીને કારણે ફરી એક વાર એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ગામડાં ભાંગી ગયા છે. ગામડાંનો લોકોને રોજગારી પૂરી પાડવામાં આપણે નિષ્ફળ ગયા છે. તેના કારણે જ તેમણે રોજગારી માટે શહેરો ભણી દોડવું પડે છે.

new-growth-model-for-rural-areas
ગ્રામીણ વિસ્તારમાં વિકાસનું નવું મૉડલ
author img

By

Published : Jul 8, 2020, 9:22 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરોના સંકટ ફેલાયું તે સાથે જ લાખો પ્રવાસી મજૂરો શહેરોમાંથી કામ છોડીને ગામડે વતનમાં જવા નીકળી પડ્યા હતા. સંતાનો સાથે એમ જ હજારો કિલોમિટર પગપાળા જ ચાલી નીકળેલા મજૂરોને જોઈને અનેકોની આંખમાં પાણી આવી ગયા હતા. કોરોના મહામારીને કારણે ફરી એક વાર એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ગામડાં ભાંગી ગયા છે. ગામડાંનો લોકોને રોજગારી પૂરી પાડવામાં આપણે નિષ્ફળ ગયા છે. તેના કારણે જ તેમણે રોજગારી માટે શહેરો ભણી દોડવું પડે છે.

ગામડામાં બે ટંકનું ભોજન મળે તેટલું કામ પણ ના મળતું હોય ત્યારે લાખો મજૂરોએ વતન છોડીને અજાણ્યા શહેરોમાં ઉપર આકાશ, નીચે ધરતી પર પડ્યા રહેવું પડે છે. આ કામદારોને ગામડે જ રોજીરોટી મળી ત્યારે જ ગાંધીજીના સપનાનું સ્વરાજ સાકાર થયું કહેવાય. ગામડામાં જીવતા 60 કરોડથી વધુ લોકોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે, આર્થિક રીતે પગભર થવા માટે ટેક્નોલૉજી ઘણી ઉપયોગી થઈ શકે છે.

જન વિજ્ઞાન વેદિકા એટલે કે જનસામાન્યની જાણકારી સાથે સરકાર સહયોગ કરે અને ગ્રામીણ વિસ્તારમાં આવી વ્યવસ્થા ઊભી કરે તે જરૂરી છે. છેલ્લા 10 વર્ષથી ગામડામાંથી શહેરો તરફનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે. જુદા જુદા અંદાજો અનુસાર છેલ્લા થોડા વર્ષોમાં 7.2 કરોડથી 11 કરોડ કામદારો શહેરોમાં પહોંચ્યા છે. ચીન પછી ભારત સૌથી વધુ પ્રવાસી મજદૂરો ધરાવતો દેશ આ રીતે બન્યો છે.

ગાંધીજીનું ગ્રામ સ્વરાજ

ગાંધીજીના ગ્રામ સ્વરાજ પ્રમાણે ગામડાંને આર્થિક રીતે પગભર બનાવવા પડે. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારોમાં ચંપારણ (1917), સેવાગ્રામ (1920) અને વર્ધા (1938) જેવા આંદોલન ચલાવ્યા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ વિકેન્દ્રીત રાજકીય પદ્ધતિનો હતો, જેથી ગ્રામીણ સ્તરે સ્વાવલંબન અને સામાજિક સમાનતા સર્જાય. ગાંધીજીએ જણાવ્યું કે લોકશાહીના મૂળિયા સ્વાવલંબી અને આર્થિક તથા સામાજિક સમાનતા ધરાવતા ગામડાંમાં જ નાખી શકાશે!

“દરેક ગામ એક સ્વતંત્ર પ્રજાસત્તાક રીતે કામ કરે ત્યારે જ ગ્રામ સ્વરાજ આવ્યું કહેવાય. તે એક સ્વતંત્ર રાષ્ટ્ર જેવું હોઉં જોઈએ, જે પડોશી ગામ સાથે કામ કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરે.” ગાંધીજીએ ભારપૂર્વક કહ્યું હતું કે દરેક ગામ સ્વાવલંબી અને પરસ્પર નિર્ભર પ્રજાનો નમૂનો હોવો જોઈએ. ગ્રામ સ્વરાજ એટલે જ્યાં ગામના લોકો સ્થાનિક ધોરણે જ કાર્યદક્ષતાથી કામ કરીને વધુ કમાણી કરે.

ગાંધીજી જોઈ શક્યા હતા કે ગ્રામીણ વિકાસ માટે ટેક્નોલૉજી અગત્યની છે. મોટા ભાગના લોકો જાણતા નથી કે તેમણે તે વખતે બ્રિટીશ અને ભારતીય અખબારોમાં તે વખતે જાહેરાત કરી હતી કે દેશી ચરખાને ટેક્નિકલી સુધારી આપશે તેમને પોતે એક લાખ રૂપિયાનું (આજના હિસાબે અઢી કરોડ રૂપિયાનું) ઈનામ આપશે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે ગામડાંમાં આધુનિક સુવિધાઓ ઊભી કરી શકાય તેવી વિકાસ યોજના સૂચવી હતી. તેમણે કહેલું કે 50થી 100 ગામડાંનું એક સંકુલ ઊભું કરી શકાય, તેના માટે સમાન વ્યવસ્થા અને બજાર ઊભી કરી શકાય. તેના માટે 'પૂરા કૉમ્પ્લેક્સ' એવું નામ અપાયું હતું. કલામ ટેક્નોલૉજીની મદદથી આવા સંકુલ માટે રસ્તાઓ, ઇમારતો, ગોદામો અને વિજ્ઞાન તથા આર્થિક માળખું ઊભું કરવા માગતા હતા. આ રીતે બધી જ જરૂરિયાતોને એક જ પ્લેટફોર્મ પર લાવી શકાય. ગામડાં એક બીજા સાથે વધારે સારી સંપર્કમાં રહી શકે અને વિકાસ કરી શકે. આવા સંપર્કથી ગામડાં અને નગરો એકબીજા સાથે મળીને વિકાસના માર્ગે આગળ વધી શકે. ચંડિગઢમાં જાન્યુઆરી 2004માં ઇન્ડિયન નેશનલ સાયન્સ કૉંગ્રેસનું અધિવેશ મળ્યું હતું તેમાં આ મૉડલ રજૂ કર્યું હતું.

સ્વાવલંબી ગામડાંનો પાયો નાખવામાં આવશે તો ભારત આર્થિક રીતે ટોચ પર જઈ શકશે એમ તેમણે જણાવ્યું હતું. પૂરા સ્કીમના ભાગરૂપે 30 કિમીના પરીઘમાં રિંગ રોડ બનાવવાનો હતો અને તેની સાથે ગામોને જોડવાના હતા. તેથી એક જ બસ રૂટથી બધા ગામોને જોડી શકાય. તેના કારણે શહેરોમાં આવાસો ઊભા કરવાનું દબાણ ઘટશે અને સંકુલમાં જ સુવિધાઓ ઊભી થશે. તેના કારણે એક બીડા ગામોમાં અવરજવર વધશે અને શહેરોમાં માઇગ્રેશન ઘટશે. કલામે સૂચવ્યું હતું કે આવું સંકુલ તૈયાર કરવા માટે દરેક પાછળ 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડે. તે રીતે દેશભરમાં કુલ 7000 પુરા સંકુલ તૈયાર થઈ શકે.

માનવીય મૉડલ

નાનાજી દેશમુખે સંપૂર્ણપણે સ્વાવલંબનનું માનવીય મૉડલ વિચાર્યું હતું. દેશમુખે આ મૉડલ 500 જેટલા ગામડાંમાં, ખાસ કરીને મધ્ય પ્રદેશના ચિત્રકૂટ વિસ્તારમાં તૈયાર કર્યું હતું. ગામડાને બેકારીથી મુક્ત બનાવવું, ગરીબી નાબુદ કરવી, કાનૂની ઝઘડા સ્થાનિક ધોરણે જ પતાવવા, વિધવા વિવાહ કરાવવા વગેરે સુધારા આ મૉડલના ભાગરૂપે હતા. દેશમુખના મૉડલમાં ગામડાંને સંકુલમાં વિકસાવવાના હતા અને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવાની હતી. આ મૉડલમાં ટેક્નોલૉજીના ઉપયોગને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ખેતીના વિકાસ માટે ઉપયોગમાં આવે છે. આ ટેક્નોલૉજીને કારણે ખેડૂતોને રોજેરોજ પેદાશોના ભાવો જાણવા મળે છે, વિદેશની આધુનિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી મળે છે. તેના કારણે ખેડૂતો વધારે પેદાશ મેળવી શકે અને તે રીતે વધારે કમાણી કરી શકે.

નાના અને મધ્યમ ખેડૂતો માટે તૈયાર કરવામાં આવેલી 10,000 જેટલી કૃષિ બજારો સાથે દેશમુખનું મૉડલ મળતું આવે છે. કેન્દ્ર સરકારે આ દરખાસ્ત પર વિચાર કરીને આત્મનિર્ભર બોન્ડ બહાર પાડવા જોઈએ અને તે નાણાંનો ઉપયોગ ગાંધી, કલામ અને દેશમુખના સ્વપ્ન પ્રમાણેના ગ્રામ સ્વરાજ માટે કરવો જોઈએ.
વેપારી બેન્કો જે ધિરાણ કરે છે તેનો એક હિસ્સો આ બોન્ડ ખરીદવા માટે થવો જોઈએ. આપણે યુવાનોને તૈયાર કરવા જોઈએ કે તેઓ ગામડામાં વિકાસના કાર્યક્રમો ઉપાડી લે.એન્જિનિયરિંગ, મેડિકલ અને બિઝનેસ સ્કૂલને પણ એ રીતે તૈયાર કરવી જોઈએ. વૈકલ્પિક ઉર્જા ગ્રામ સ્વરાજ માટે કામે લગાવવી જોઈએ.

મહાન નેતાઓના માર્ગે

દેશના કામદારોમાંથી દર ચોથો કામદાર પ્રવાસી મજદૂર છે, જે પોતાના ગામેથી રોજી કમાવા માટે શહેરમાં આવ્યો છે. કોરોના સંકટના કારણે દુનિયાને ભાન થયું કે શ્રમિકોનું જીવનબહુ દોહ્યલું બની ગયું છે. લાખો શ્રમિકો પોતાના વતનમાં પરત જતા રહ્યા છે. તેમની મદદ કરવા માટેના કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસો કોઈ કામે આવી રહ્યા નથી. આ તો દરિયાને પાણી પીવરાવવા જેવું છે.
રોજીરોટી માટે શ્રમિકોએ શહેરોમાં ના જવું પડે તે માટે તાકિદે પગલાં લેવાંની જરૂર છે.એ ત્યારે જ શક્ય બને જ્યારે દરેક ગામ આર્થિક અને સામાજિક રીતે પણ સ્વાવલંબી બને. વર્તમાન આફતને એક તક તરીકે ઝડપી લઈને નવું વિકાસ મૉડલ તાકિદે હાથ ધરવું જોઈએ. આપણું સદનસીબ છે કે આપણા કેટલાક મહાન નેતાઓએ આવું વૈકલ્પિક મૉડલ આપણી સામે મૂકેલું છું. મહાત્મા ગાંધી, અબ્દુલ કલામ અને સમાજવાદી નાનાજી દેશમુખ જેવા નેતાઓ દ્વારા આપેલા મૉડલ આપણી પાસે ઉપલબ્ધ છે જ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.