નવી દિલ્હી: દિલ્હીમાં આવેલા નિહાલ વિહાર વિસ્તારમાં ત્રણ હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. ઘરની અંદર બે નાના બાળકો અને એક મહિલાનો મૃતદેહ પડેલો હોવાની જાણ થઈ હતી. મળતી માહિતી મુજબ, 28 વર્ષની પ્રીતિના પતિએ તેને તેમજ, તેના 9 વર્ષનો પુત્ર અને 5 વર્ષની પુત્રીની હત્યા કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને આજે સવારે 11:00 વાગ્યે ફરી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને મામલો મારપીટ સુધી પહોંચી ગયો હતો. પરંતુ પતિએ ગુસ્સામાં તેની જ પત્ની અને બે નિર્દોષ બાળકોની નિર્દયતાથી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી અને આરોપી પતિની પણ શોધખોળ શરૂ કરી છે.
નવી દિલ્હી: ઝઘડામાં પતિએ તેની પત્ની અને 2 બાળકોની કરી હત્યા, ઘટના બાદ પતિ ફરાર - Shiv Ram Park in delhi
દિલ્હીના નિહાલ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવરામ પાર્કમાં ટ્રિપલ મર્ડરનો કેસ સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પતિ-પત્નીના ઝઘડામાં પતિએ પત્ની અને બે બાળકોની નિર્દયતાથી હત્યા કરી હતી અને આરોપી ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
![નવી દિલ્હી: ઝઘડામાં પતિએ તેની પત્ની અને 2 બાળકોની કરી હત્યા, ઘટના બાદ પતિ ફરાર પતિએ તેની પત્ની અને 2 બાળકોની કરી હત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8088995-20-8088995-1595175733284.jpg?imwidth=3840)