દિલ્હી: 15 જૂન પછી આનંદ વિહાર ટર્મિનલથી કોઈ ટ્રેનો ચાલશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર પ્લેટફોર્મ નંબર 1થી 7 અહીં આઇસોલેશન કોચની જમાવટ માટે અનામત રાખવામાં આવી છે. હાલમાં દિલ્હીમાં કુલ 54 કોચ છે. જેમને શકુરબસ્તીમાં રાખવામાં આવ્યા છે.
ભૂતકાળમાં રેલવે કામગીરી શરૂ થયા બાદ આનંદ વિહાર ટર્મિનલથી કુલ 5 ગાડીઓ દોડાવવામાં આવી રહ્યી છે. હાલમાં આ તમામ ટ્રેનોને આનંદ વિહારથી જૂના દિલ્હી રેલવે સ્ટેશન પર ખસેડવામાં આવી રહી છે. 16 જૂનથી આ તમામ ટ્રેનો ઓલ્ડ દિલ્હી રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવશે.
આજે ગૃહપ્રધાન અમિત શાહની મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં, દિલ્હીમાં બેડ વધારવા પર ભાર મૂકવાની વાત કરવામાં આવી હતી, ત્યારબાદ રેલવેના 500 કોચ પણ દિલ્હીને આપવામાં આવી રહ્યા છે. આ દિશામાં આનંદ વિહાર ખાતે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.