ETV Bharat / bharat

કોરના ઈફ્કેક્ટઃ નિઝામુદ્દીન સ્થિત મરકજથી કાર્યક્રમમાં સામેલ થનારા મૌલાનાની મેડીકલ તપાસ કરાઈ - લોકડાઉન ન્યૂઝ

કોરોના વાઈરસ વચ્ચે નિઝામુદ્દીન સ્થિત મરકજથી કાર્યક્રમ સમાપ્ત થયા બાદ દેશ-વિદેશના ઘણા મૌલાના રાજધાનીની વિવિધ મસ્જિદોમાં ગયા હોવાની માહિતી દિલ્હી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને તમામ મૌલાનાને રેસક્યુ કરીને તેમની મેડીકલ તપાસ કરાવી હતી.

CORONA
CORONA
author img

By

Published : Apr 1, 2020, 11:00 AM IST

નવી દિલ્હીઃ કોરોનાના વધતાં સંક્રમણની વચ્ચે નિઝામુદ્દીન સ્થિત મરકજથી કાર્યક્રમ સમાપ્ત થયા બાદ દેશ-વિદેશના ઘણા મૌલાના રાજધાનીની વિવિધ મસ્જિદોમાં ગયા હતા. જેની જાણ દિલ્હી પોલીસને થતાં તેમની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

માહિતી એકઠી કર્યા બાદ, દિલ્હી પોલીસની વિશેષ શાખાએ આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. પોલીસે આ તમામ મસ્જિદોમાં જઈને લોકોને મરકજમાં સામેલ થનારા લોકોને સરકારની સહાયનો ભાગ બની મેડિકલ ચેકઅપ કરાવવા જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, મોટી સંખ્યામાં લોકો જે તબલીઘી જમાત મરકજમાં આવ્યા હતાં. તે લોકો દિલ્હીની વિવિધ મસ્જિદોમાં ગયા છે. આમાં વિદેશથી આવેલા મોટી સંખ્યામાં લોકો પણ સામેલ હતા. જેથી તેમનામાં પણ કોરોના પોઝિટિવ હોવાની શંકા છે. એટલે જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, તેઓ પોતપોતાના વિસ્તારોની મસ્જિદોમાં જઇને તેમની તપાસ કરે જેથી અહીં રહેનારાઓને જાણ થઈ શકે.

પોલીસ મરકજથી આવતા રહેતા લોકોની માહિતી જિલ્લાની મસ્જિદોમાંથી કરી રહી છે. પોલીસનું માનવું છે કે, જો આ લોકોને કોરોનાનો ચેપ લાગશે, તો બીજા ઘણા લોકોને પણ આ ચેપ ફેલાવાનું જોખમ છે. જેના કારણે આ તમામ મસ્જિદોની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 70થી વધુ લોકો મળી આવ્યા છે, જ્યારે અન્ય લોકો વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આ લોકોમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, અલ્જેરિયા, બેલ્જિયમ, ઇટાલી, કિર્ગિઝ્સ્તાન, બાંગ્લાદેશ વગેરે લોકો સામેલ છે.

ઉત્તર પૂર્વી દિલ્હીની મસ્જિદોમાંથી પોલીસે અત્યાર સુધીમાં 48 વિદેશી મૌલાનાઓને રેસક્યુ કર્યા હતા. ત્યારબાદ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.