- 26 જાન્યુઆરીના રોજ આયોજનારી કિસાન રેલીને લઇને સુપ્રીમ કોર્ટનો નિર્ણય
- ટ્રેક્ટર રેલીનું આયોજન અને રેલીને રોકવાનો નિર્ણય પોલીસ કરશે
- ટ્રેક્ટર રેલી યોજવા માટે દિલ્લી પોલીસ આદેશ કરશે
દિલ્લીઃ 26 જાન્યુઆરીના રોજ આયોજનારી કિસાન રેલીને લઇને સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતુ કે, ટ્રેક્ટર રેલીનું આયોજન અને રેલીને રોકવાનો નિર્ણય પોલીસ કરશે. તેનો અધિકાર પોલીસ પાસે છે. કોર્ટે આ અંગે દખલગીરી કરવાનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતુ કે, ટ્રેક્ટર રેલી યોજવા માટે દિલ્લી પોલીસ આદેશ જાહેર કરશે.
26 જાન્યુઆરીના રોજ આયોજાશે ટ્રેક્ટર રેલી
ભારતીય કિસાન યૂનિયનના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ રાજવીર જાદૌને જણાવ્યું કે, અમે સુપ્રિમ કોર્ટના નિર્ણને આવકારીએ છીએ અને કોર્ટનો આભાર માનીએ છીએ. 2 મહિનાથી દેશનો ખેડૂતો ગાજીપુર બોર્ડર પર શાંતિ પૂર્વક બેઠા છે. સરકાર દ્વારા લાઠીચાર્જ, આંસૂ ગૈસના ગોડા અને પાની કેનાલ આવા અનેક પ્રયોસ કરવામાં આવ્યા હતા છતાં ખેડૂતો હાર્યા નહી 26 જાન્યુઆરીના રોજ પણ કિસાનો શાંતિપૂર્વક ટ્રેક્ટર રેલી યોજશે. આંદોલન કારી કિસાનોનો જે પણ કાર્યક્રમ હશે તે શાંતિપૂર્વક યોજવામાં આવશે.
કિસાનના નેતા પ્રબલ પ્રતાપે જણાવ્યું
કિસાનના નેતા પ્રબલ પ્રતાપે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણને લેવામાં આવ્યો છે. તે નિર્ણય દ્વારા સુપ્રીમ કોર્ટે સરકારને સ્થાન બતાવ્યું છે. 7 જાન્યુઆરીના રોજ કિસાનો દ્વારા શાંતિપૂર્વક ટ્રક્ટર માર્ચ યોજવામાં આવી હતી. કિસાનના નેતા પ્રદિપ હુડ્ડાએ જણાવ્યું હતુ કે, સુપ્રીમ કોર્ટે લીધાલા નિર્ણને અમે આવકારીએ છીએ. ટ્રેક્ટર રેલી માટેની વ્યવસ્થા પોલીસ પ્રશાસનની જવાબદારી છે અને જો પોલીસને ડર હોઇ કે, 26 જાન્યુઆરીના રોજ યાજનારી ટ્રેક્ટર રેલીની વ્યવસ્થા પોલીસ નહી સંભાળી શકે તો તે જવાબદારી ખેડૂતોને આપી શકે છે.