ETV Bharat / bharat

નિવૃત્ત મરીન કમાન્ડો પ્રવિણ તેવતીયાએ તેમના મેડલ વેચીને PM કેયર્સ ફંડમાં 2 લાખ રૂપિયા જમા કરાવ્યા

author img

By

Published : Jul 20, 2020, 10:54 PM IST

શૌર્ય ચક્રથી સન્માનિત નિવૃત્ત મરીન કમાન્ડો પ્રવિણ તેવતીયાએ તેના મેડલ વેચીને પીએમ કેયર્સ ફંડમાં બે લાખ રૂપિયા જમા કરાવ્યા છે. પ્રવીણ તેવતીયાએ 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલા દરમિયાન 150 લોકોનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન તેને ચાર ગોળી પણ વાગી હતી. જેના કારણે તેમના ફેફસાને નુકસાન થયું હતું.

નિવૃત્ત મરીન કમાન્ડો પ્રવિણ તેવતીયાએ તેમના મેડલ વેચીને PM કેયર્સ ફંડમાં 2 લાખ રૂપિયા જમા કરાવ્યા
નિવૃત્ત મરીન કમાન્ડો પ્રવિણ તેવતીયાએ તેમના મેડલ વેચીને PM કેયર્સ ફંડમાં 2 લાખ રૂપિયા જમા કરાવ્યા

નવી દિલ્હી: કોરોના મહામારીને પહોંચી વળવા સોમવારના રોજ પ્રવિણ તેવતીયા પ્રદેશ ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને વિપક્ષી નેતા રામવીરસિંહ બિધૂડીને તેના તમામ મેડલ વેચી કોરોના મહામારી સામે લડતા દેશના હિતમાં પીએમ કેયર્સ ફંડમાં બે લાખ જમા કરાવ્યા હતા. તેમણે ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રદેશ અધ્યક્ષને આપ્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 26/11 એ દુ: ખદ ઘટના હતી. દેશના બહાદુર કમાન્ડોએ તેમના જીવને જોખમમાં મૂકીને આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ કરી દીધી હતી. આ ટીમમાં આયર્ન મેંન તરીકે ઓળખાતા પ્રવિણ તેવતીયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમણે તેના જીવની ચિંતા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા અને આજે તેમના તમામ મેડલ વેચીને કોરોના મહામારી સામે લડતા દેશના હિતમાં પીએમ કેયર્સ ફંડમાં પૈસા જમા કરાવ્યા હતા. હું આવા દેશના બહાદુર સૈનિકો માટે આભારી છું.

આયર્ન મેન પ્રવિણ તેવતિયાએ કહ્યું કે તેઓ વડાપ્રધાનથી ખૂબ પ્રભાવિત છે. કારણ કે તે અસલી યોદ્ધા છે, જેઓ આ કોરોના મહામારીથી દેશના 130 કરોડ લોકોના જીવ બચાવવા લડત આપી રહ્યા છે. આપણે બધાએ કોઈપણ રીતે વડાપ્રધાનને સહયોગ અને સન્માન કરવું જોઈએ. મુશ્કેલીના આ સમયમાં, દરેક લોકોએ યથાશક્તિ તેનું યોગદાન દેશ માટે, આર્થિક સહાય આપવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.