નવી દિલ્હીઃ જસ્ટિસ નવીન ચાવલાની બેન્ચે વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તર-પૂર્વ દિલ્હીના આર્થિક રીતે પછાત પરિવારોને ઇ-કૂપન દ્વારા અનાજ આપવા માટે ગાઈડલાઈન જાહેર કરવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરી હતી.
દિલ્હી યુનિવર્સિટીના લીગલ એન્ડ સોસાયટી ઓફ કેમ્પસ લૉ સેન્ટર દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આવા ઘણા પરિવારોએ સરકારી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમ છતાં તેમને અનાજ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે અધિકારીઓ સાથે પણ અનેકવાર વાતચીત કરવા છતાં કોઈ ઉકેલ આવી શક્યો નથી.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના મહામારીના સમયમાં દિલ્હી સરકાર તથા કેન્દ્ર ગરીબોની સહાય કરવામાં અસમર્થ રહી છે. આ મામલે વધુ સુનાવણી 17 જૂને હાથ ધરવામાં આવશે.