નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં દિવસેને દિવસે કોરોના પીડિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક પ્રયાસો કરવા છતાં સરકારના પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. જેથી દિલ્હી સરકાર ચિંતામાં જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 1700ને પાર પહોચ્યો છે.
![નવી દિલ્હીમાં 1707 કોરોના સંક્રમિત સંખ્યા નોંધાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-ndl-01-latest-corona-cases-in-delhi-vis-7205761_18042020085637_1804f_1587180397_892.jpg)
24 કલાકમાં 21 લોકો થયાં સાજા
શુક્રવાર દિલ્હી સરકારના જણાવ્યાનુસાર, દિલ્હીમાં અત્યારસુધી કોરોનાના કુલ 1707 દર્દી નોંધયા છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં આવેલા કેસની સંખ્યા 67 નોંધાઈ છે. જ્યારે 4 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાંં કોરોનાથી મોત થનારા લોકોની સંખ્યા 42 થઈ છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 21 લોકો સાજા થયા છે.
છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીમાં 42 લોકોનાએ કોરોનાને માત આપી છે. કોરોનાના આ આંકડા કોરોનાના એક દિવસમાં થતાં ટેસ્ટ પર આધારિત છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં આવેલા આંકડા સંતોષકારક છે. એક દિવસમાં 2625 ટેસ્ટ થયા છે. આ અત્યારસુધીની સૌથી મોટી સંખ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 21,409 ટેસ્ટ કરવામાં આવ્યા છે.