ચેન્નાઈ: તમિલનાડુમાં રવિવારે કોરોના વાઇરસ સંક્રમણના 3,940 નવા કેસ નોંધાયા છે. જેના પગલે રાજ્યમાં કોવિડ-19 લોકોની સંખ્યા વધીને 82,275 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી.
સંક્રમણના કારણે 54 લોકોના મોત સાથે મૃત્યુનો આંક વધીને 1,079 પર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગના બુલેટિન પ્રમાણ રાજ્યમાં ચેપના 82,275 કેસ છે જ્યારે 45,537 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 1,443 લોકોની સારવાર ચાલુ છે. રવિવારે ચેન્નાઇમાં નવા 1,992 કેસ છે.