સુરત: સુરતમાં ગુનાહખોરી અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેમાં સુરત પોલીસના ઝોન 4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા અને અલથાણમાંથી 2 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરને પોલીસે કડક ચેતવણી આપી છે. જેમાં 100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી તેઓને ડીસીપી ઝોન-4 વિજયસિંહ ગુર્જર દ્વારા હવે ગુનાઓ નહિ કરવા માટે ચેતવણી આપી હતી. હવે કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપશે તો તેમણે કડક સજા ભોગવવા તૈયાર રહેવું પડશે.
હિસ્ટ્રીશીટરોને કડક સુચના અપાઈ: ઉલ્લેખનીય છે કે, 31st આવી રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ ઝોનના ડીસીપીઓ સાથે એક મીટીંગ કરવામાં આવી હતી. જેમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી બની રહે તે માટે આ મીટીંગ કરવામાં આવી હતી. ખાસ કરીને ભૂતકાળમાં પકડાયેલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી તેઓને કડક સુચના આપવામાં આવે તેવો આદેશ કર્યો હતો. જેમાં ખાસ કરીને સુરતના ઉધના, લિંબાયત, ખટોદરા, પાંડેસરા, ડિંડોલી, લાલગેટ, ચોકબજાર, સલાબતપુરા, મહિધરપુરા, રાંદર, અમરોલી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે આદેશ કર્યો હતો. જેને ધ્યાને લઈને આ કામગીરી કરવામાં આવી હતી.
આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજ્યના ડીજીપીએ આદેશ કર્યો હતો કે, તમારા શહેરમાં ભૂતકાળમાં પકડાયેલ હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ બેથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોય. તેઓ ભવિષ્યમાં કોઈ ગુના ન કરે તે માટે કડક સુચના આપવા માટે આદેશ કર્યો હતો. તે સાથે ડીજીપી સરના આદેશ અનુસાર સુરત પોલીસ કમિશનર દ્વારા પણ ઝોનના ડીસીપી અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. પરંતુ તેઓ સાથે અમે સતત મીટીંગ કરતા રહીએ છીએ. જેને લઈને અમારી ઝોન 4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા અને અલથાણમાંથી 2 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરને પોલીસે કડક ચેતવણી આપી છે. જેમાં 100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી તેઓ ગુનાખોરી ના કરવા માટે સમજ આપવામાં આવી હતી. જેમાં કેટલાક હિસ્ટ્રીશીટરોએ પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો કે, તેઓ વિરુદ્ધ દાખલ થયેલા ગુનાઓને કારણે તેઓને ખૂબ જ આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે, ખુબ જ નુકસાન થયું છે. તમામ પ્રકારના અનુભવો તેઓ દ્વારા શેર કરવામાં આવ્યા હતા.'
આ પણ વાંચો: