નેપાળના આ બેશરમ કૃત્ય અંગે કેવી પ્રતિક્રિયા આપવી, ગુસ્સાથી, તિરસ્કારથી અથવા ઉદાસીનતાથી, તે અંગે નવી દિલ્હી મુજવણમાં હતું. ચીન સાથેની સરહદ સંબંધિત તકરાર ચાલી રહી છે. ત્યારે નેપાળનું આ કૃત્ય નવી દિલ્હી માટે વધારે ઉશકેરણજનક હતું. ચીનના સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) ની નજીક જ ખસેડાયા નહોતા, પરંતુ ભારત તેની સીમાઓનું રક્ષણ કરી શકે છે કેમ તેની કસોટી કરવામાં આવી રહી હતી . 15 જૂનના રોજ શું બન્યું છે અને એલ.એ.સી અંગેની ચીન ની દાવેદારી સામે ભારતે કેવી રીતે સહમતી બતાવે છે અને તે શું નિયંત્રિત કરે છે તેની અસર ભૂમિ સરહદ ના મુદ્દે નેપાળના ભારત સામે ના પડકાર પર પડશે.
શા માટે નેપાળ આ તબક્કે વિવાદિત પ્રદેશ પર તેના દાવાઓ પર જોર આપ્યુ છે ? શું તે વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી દ્વારા તેમની મુશ્કેલીઓથી દૂર કરવા માટે કરવામાં આવી રહ્યુ છે કે પછી ચીન દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જે આ ક્ષેત્રમાં ભારતના પ્રભાવને આક્રમક રીતે ઘટાડી રહ્યું છે?
વિવાદિત વિસ્તારો પચાવી પાડવાના નેપાળના પ્રયત્નોનો સમય, ચીન સાથે જોડાયેલો લાગે છે, પરંતુ એ માનવા માટે ઘણા કારણો છે કે બીજી બધી વાતો કરતા નવી દિલ્હી સાથેના ઓલીના કડવા સંબધો એ તેમને આ નિર્ણય લેવા પ્રોત્સાહિત કર્યા છે . ભારતીય સૈન્ય ચીફ જનરલ નવરણ એ જ્યારે નેપાળના કૃત્ય માટે ચીનને દોષી ઠેરવ્યું, ત્યારે કાઠમંડુ માં અને ઓલીના મગજમાં શું ચાલી રહ્યું હતુ તે પારખવા માં ભુલ ખાઇ ગયા હતા. આ મામલે થોડીક પીછે હઠ થઇ હતી પરંતુ એક સાર્વભૌમ સ્વતંત્ર દેશ નિર્ણય લેવામાં અસમર્થ થતા, કાઠમાંડુના શાસક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો . ત્યારબાદ ભારત ના દાવા વાળા ત્રણ એ સ્થળો પર, નેપાળી સરકાર એ ઓપચારિક સંપાદન માટે ઝડપ કરી હતી.
નવી દિલ્હી તેમના આ નિર્ણય અંગે શું વિચારશે તેની તપાસ કરવા માટે નેપાળીઓએ જરાયે ખચકાયા નથી અથવા તે પણ જાણ્યુ નથી કે વાટાઘાટો માટે તૈયાર છે કે કેમ. આ બિલ લાગુ થયા પછી જ ઓલી સરકારે નવી દિલ્હી સાથે વાત કરવાનું નક્કી કરીને કહ્યું કે તે ભારત સાથે વાત કરવા તૈયાર છે. આ અંગે નેપાળમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂતની ટિપ્પણી કરી કે , “હવે શું વાત કરવાની છે?” નેપાળ ને નવી દિલ્હી સાથે આટલો વિરોધભાવ કેમ અને વિવાદિત ક્ષેત્રોને કાબૂમાં લેવા જેવા પ્રતીકાત્મક કાર્યો નેપાળીઓ કેમ કરી રહ્યા છે તે જાણવા માટે જો ભારત સરકાર આત્મનિરીક્ષણ કરે તો ઘણા કારણો જાણવા મળશે.
ઓલીની શાસનની ગુણવત્તાની આકરી ટીકા થઈ છે. વૈશ્વિક રોગચાળાને અટકાવવા ઓલી ની નિષ્કાળજી અંગે યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રોગચાળા માટે પણ, ઓલીએ ભારત પર આરોપ લગાવ્યો કે, સૌથી વધુ વાયરલ સીમાપારથી આવે છે. સત્ય એ છે કે ખૂબ ઓછા લોકો ભારતથી પરત આવ્યા છે.
ઓલી નવી દિલ્હીથી નારાજ છે કારણ કે તેઓ માને છે કે જ્યારે તેઓ બીમાર પડ્યા હતા ત્યારે તેમને બહાર કાઢવાની કોશિશ પાછળ ભારત નો હાથ હતો. તેમની સામે પ્રચંદાનો વિરોધ પણ ભારત પ્રેરીત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. નેપાળમાં ચીની રાજદૂતની દખલ બાદ ઓલી બચી ગયા, જે સામાજિક રીતે ઘણા નજીક છે.
લીપુલેખ પાસ થઈને કૈલાસ માનસરોવર તરફ જવાના માર્ગ નું ઉદઘાટન રક્ષા પ્રધાન રાજનાથસિંહ એ વિચાર્યા વિના કરી ને ઓલી ને આ વિસ્તાર પર નેપાળને તેનો પ્રદેશ તરીકે દાવો કરવાની તક આપી હતી. નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ જ્ઞાવાલીએ કહ્યું: “ભારત દ્વારા ઉદ્ઘાટન કરાયેલ જોડતો માર્ગ એ ક્ષેત્રમાં બનાવવામાં આવ્યો છે જે ઐતિહાસિ૪ક રીતે નેપાળનનો છે . 1816 ની સુગૌલી સંધિ મુજબ, મહાકાળી નદીની પૂર્વ તરફનો વિસ્તાર નેપાળનો છે અને બંને પક્ષો 1988 માં નેપાળની સરહદ નક્કી કરવા માટેના ‘નિયત સરહદ’ ના સિદ્ધાંતને અનુસરવા સંમત થયા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ચીનની મુલાકાત લીધી અને યાત્રિકોની મુસાફરી માં મદદ માટે લીપુલેખ ખાતે સરહદ ચોકી બનાવવાનું નક્કી કર્યું હતું ત્યારે નેપાળે વિરોધ દર્શાવ્યો હતો. નેપાળીઓમાં રોષ એટલા માટે પણ છે કે ભારતીય નેતૃત્વ એ હિન્દુઓ જ્યાં બહુમતિમાં છે તેમને એકત્રિત કરવા માટે માનસરોવર યાત્રાનો ઉપયોગ કરે છે. મોદીના નેતૃત્વમાં ભારત સરકારે હિન્દુ સંસ્કૃતિના જોડાણોનો ઉપયોગ કરીને દેશના પ્રભાવને વિસ્તૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ચાલ ઉલ્ટી પડી છે. નેપાળ હિન્દુ ધર્મને રાણા વંશ દ્વારા રજૂ કરેલા સામંતવાદમાં માને છે, જેની સાથે માઓવાદીઓની કડવી લડત હતી. જ્યારે કાઠમંડુના નેતૃત્વએ નેપાળને હિંદુ રાજ્ય જાહેર કરવાની ના પાડી ત્યારે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી .
2015 થી, નેપાળ સાથે ભારતના સંબંધો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને વિશેષ સંબંધ હોવા છતાં ભારત સરકાર આ સંબંધોને ફરી કલ્પના કરી શક્યું નથી. આ ચારે બાજુ ભૂમિવાળા દેશ સાથેના ભાવિ સંબંધોને વધુ મુશ્કેલીઓ ઉભી કરવા માટેનું કારણ છે, નવી દિલ્હીની તેને ચીનના ચશમા થી જોવાની વૃત્તિ. આ વલણથી ભારત, નેપાળી અને જુદા જુદા સ્તર રહેલા ગાઢ સંબંધોને નુકસાન થઇ રહ્યુ છે. ચિંતાજનક બાબત એ છે કે ભારતીય અર્થતંત્ર ખરાબ પ્રદર્શન કરી રહ્યુ છે અને તેથી જ હવે નોકરીની શોધમાં ઘણા યુવા નેપાળીઓ માટે ભારત આકર્ષક સ્થળ નથી.
-સંજય કપૂર