હૈદરાબાદ : આપણે બારેક પંચવર્ષીય યોજના 60 વર્ષ સુધી લાગુ કર્યા પછી ભારત સરકારે તેના યુગો જૂના 'આયોજન પંચ'નો વાવટો સંકેલી લીધો. તેનું નવું નામ 'નીતિ' (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા) આયોગ (જેનો શબ્દશઃ અર્થ નીતિ પંચ થાય) પાડવામાં આવ્યું. ભારતમાં પરિવર્તન લાવવા માટે ધરમૂળથી ફેરફારો માટે નીતિ આયોગ તેનાં પ્રથમ પાંચ વર્ષમાં જ ખૂબ જ જાણીતું બની ગયું.
નીતિ આયોગે સરકારી ખર્ચ પર બારીકાઈથી નજર અને પ્રાપ્ય ટેક્નોલોજીના ઉપયોગ સાથે જવાબદેહી પર જોર આપ્યું છે. અનિવાર્ય પરિવર્તન એ હતું કે સરકારની યોજનાઓનો ડિજિટલ માધ્યમથી અમલ કરાવવો અને સરકારી નિધિ પ્રબંધન પ્રણાલી (PFMS )નો ઉપયોગ કરી નિરીક્ષણ કરવું જેથી સરકારી નાણાંના ખર્ચમાં પારદર્શિતા અને જવાબદેહી આવે. હવે, 30 વર્ષ પછી પુનર્વલોકિત નવી શિક્ષણ નીતિ (NEP)- 2020 દ્વારા એવી અપેક્ષા છે કે , વૈશ્વિક ધોરણો સાથે ભારતની જરૂરિયાતોનો પ્રશ્ન હલ કરશે અને તેની સ્થિતિસ્થાપકતા અને જવાબદેહી પણ હશે જેના લીધે ગુણવત્તા સુધરશે. NEP-2020 માં અનેક નવી નીતિ માર્ગદર્શિકા છે, પણ આ લેખ મોટા ભાગે સંશોધન સંબંધિત નીતિઓ પૂરતો સીમિત રહેશે.
- વિજ્ઞાન સાથે હવે કળાનો સમન્વય
શિક્ષણ અને સંશોધન બંને સાથે-સાથે જ ચાલે છે. સંશોધને આત્મનિર્ભર બનવા રાષ્ટ્ર માટે કરવાની અનેક ચીજો હોય છે અને જ્યારે ભારત 'આત્મનિર્ભર ભારત'ની વાત કરી રહ્યું હોય ત્યારે તે વધુ પ્રાસંગિક છે. સંશોધનમાં કરાયેલા મૂડીરોકાણો લાંબા ગાળે સતત ઉચું વળતર આપતા હોય છે. સંશોધન પર ખર્ચ માટે મૂડીરોકાણ પર વળતર હંમેશાં ઉંચું હોય છે! ભારતમાં શાળા/કોલેજો/વિશ્વવિદ્યાલયોમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને સામાજિક-આર્થિક વિવિવધતા સામે યુવા મગજને ફરજિયાત સંપર્ક થાય તેનાથી અનેક વિદ્યાર્થીઓ આપણા સમાજને નડતરરૂપ થતા અનેક મુદ્દાઓના ઉકેલ શોધવા પ્રેરે છે.
માનવતા અને સામાજિક વિજ્ઞાનમાં સંશોધનની ભાવના આવા સંપર્ક માટે ધકેલે છે, જે વિશ્વ વિદ્યાલયમાં ધારદાર બને છે અને તેનાથી સંશોધન સંસ્કૃતિને પોષણ મળે છે. પરંતુ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) વિષયોમાં સંશોધન મોટા ભાગે વિશ્વ વિદ્યાલયોની બહાર થાય છે. વિશ્વ વિદ્યાલયોના સંશોધકો એક તરફ ભારતના વૈજ્ઞાનિકો સાથે સ્પર્ધા કરે છે અને બીજી તરફ આ વિષયો પર વૈશ્વિક નેતાઓ સાથે સ્પર્ધા કરે છે. વિશ્વ વિદ્યાલયો માટે ફાયદો એ છે કે વર્ષ પ્રતિ વર્ષ યુવા પ્રતિભાનો પ્રવાહ રહે છે. NEP-2020માં બહુશાખા સંસ્થાનો તરીકે વિશ્વ વિદ્યાલયો, આઈઆઈટી/એનઆઈઆઈટી સહિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો મોટી સંખ્યામાં હોય તેવી કલ્પના છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને (આર્ટ્સ-કળાનો અગત્યનો ઘટક લાવીને) STEAM કેન્દ્રિત સંસ્થાઓમાં બદલવા આ નીતિ ઉદ્દેશ્ય ધરાવે છે અને માત્ર STEM વિષયો પર તેમનું સંશોધન મર્યાદિત ન રહે તે ઉદ્દેશ પણ છે. આ પ્રક્રિયામાં, નીતિએ આર્ટ્સ અને સોશિયલ સાયન્સ પર ભાર મૂક્યો છે, જે સામાન્ય રીતે વિશ્વ અને ખાસ તો ભારત માટે છે.
- નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન
ભારતમાં સંશોધન પર મૂડીરોકાણની અદ્વિતીય ઢબ પર વિકસીત દેશોના અનેક સમકાલીન લોકોએ તીવ્ર અવલોકન કર્યું છે જેનો અનુભવ અનેક ભારતીય પ્રાધ્યાપકો કરતા હોય છે. ભારત સરકાર 15000થી વધુ સંશોધક શિષ્યવૃત્તિ (ફેલોશિપ) અને હજારો પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપને સમર્થન કરે છે. આ ઉપરાંત આપણી પાસે વડા પ્રધાનના સંશોધન ફેલોશિપ સ્કીમ હેઠળ ખૂબ જ આકર્ષક અને ઘણી સ્પર્ધાત્મક સંશોધન ફેલોશિપ છે. ભારતમાં સંશોધન ફેલોશિપ મુખ્યત્વે પ્રતિભાશાળી યુવાનોને કોઈ દોરી જોડ્યા વગર આતુરતાના આધારે સંશોધન રસપૂર્વક હાથ ધરવા માટે આકર્ષવા અને પ્રેરવા માટે છે. Phd. માટે સીધી સંશોધન ફેલોશિપ સાથે યુવાન સંશોધકોને આવું વિશાળ સ્તરનું સમર્થન રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા દ્વારા આટલા વિશાળ સ્તરનું સમર્થન આપવામાં આવે છે તે ભારત માટે અદ્વિતીય છે.
ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધકો અને સંશોધન પ્રયોગશાળાઓમાં વૈજ્ઞાનિકોને (સંશોધન અનુદાનની વૈશ્વિક સ્પર્ધાની સાથે સરખામણી કરીએ તો) ઉદાર રીતે સંશોધન અનુદાન પ્રમાણમાં ઊંચા સફળ દરે અપાય છે. સંશોધન આંતરમાળખાકીય સમર્થન પણ ઉદાર રીતે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે આપેલા સંજોગોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હોય છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST), બાયોટેક્નોલોજી વિભાગ (DBT), ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR), કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC), વગેરે દ્વારા વિવિધ યોજનાઓનો અમલ થાય છે.
આ ઉપરાંત સંશોધકોને વ્યક્તિગત અથવા સમૂહમાં સીધું અનુદાન દેવાય છે તે તો અલગ. આ સારા એવા સમર્થનનો ઉપયોગ કરીને, બહુ થોડી કેન્દ્રીય નીધિ પ્રાપ્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા જેમ કે બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલય, દિલ્લી વિશ્વ વિદ્યાલય, હૈદરાબાદ યુનિવર્સિટી વગેરેએ ગુણવત્તા સંશોધનમાં ખૂબ જ સારું કામ કર્યું છે અને તેમને ઇન્સ્ટિટ્યૂશન ઑફ એમિનન્સ (IOE)નો પ્રતિષ્ઠિત દરજ્જો મળ્યો છે. સંશોધન યુનિવર્સિટીઓ બનાવવા માટે ભારતને આવી વધુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની જરૂર છે અને એનઇપી-૨૦૨૦માં આ મુદ્દો સ્પષ્ટ રીતે ઉઠાવાયો છે.
લાયકાતવાળા વિદ્યાર્થીઓને ફેલોશિપ અને સંશોધકો તેમજ વૈજ્ઞાનિકોને સંશોધન અનુદાનોથી ભારતમાં સંશોધન સંસ્કૃતિમાં ધરખમ સુધારો થયો છે. સંશોધન પર વપરાતાં કરદાતાનાં નાણાં માટે વધુ જવાબદેહી લાવવા વર્તમાન અભિગમનો સુમેળ કરવો આવશ્યક છે. NEP-2020માં પ્રસ્તાવિત નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એનઆરએફ)ને સંશોધન પરિણામની ગુણવત્તાને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્ય સાથે પારદર્શિતા અને જવાબદેહીની વધેલી માત્રા મેળવવાના એક પગલા તરીકે જોઈ શકાય છે. એનઆરએફે સંશોધન પ્રાથમિકતાઓ ઘડવી પડશે, રાષ્ટ્રની જરૂરિયાતો ઓળખવી પડશે, વૈશ્વિક ધોરણો મુજબના સંશોધનો કરવા સંશોધકોને સમર્થન કરવું પડશે અને સંશોધન નીધિ મેળવતા વ્યક્તિઓ અથવા સમૂહોના પ્રદર્શન પર નજર રાખવી પડશે. એનઇપી દેશમાં સંશોધન આર્થિક પ્રણાલિને બદલવા માટેના એક સાધન તરીકે એનઆરએફને જુએ છે.
- સંશોધન સંસ્કૃતિને પોષણ આપો
1000થી વધુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથેના દેશમાં આપણે સંશોધન વિશ્વ વિદ્યાલયો તરીકે લાયક ઠરવા આવી વધુ સંસ્થાઓની જરૂર રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ કાળજીપૂર્વક રણનીતિઓ ઘડવી પડશે અને એકબીજાના પ્રયાસોને પૂરક બનવા માટે એકબીજા પર આચ્છાદિત ન થતા હોય તેવા વિસ્તારો ઓળખવા પડશે. ભારત સરકારે તેના તરફથી સંશોધન સિદ્ધાંતો પર સમાધાન કર્યા વગર ઉચ્ચ ગુણવત્તાના સંશોધનને ઉત્તેજન આપવા કેન્દ્રીય યુનિવર્સિટીઓની સફળ ગાથા પર બનાવાયેલી યોજનાઓ ઘડવી પડશે.
સરકારી સંસ્થાઓમાં જટિલતા અને આલશને જોતાં, કાયમી રોજગારી આપતા નમૂનાને એવા નમૂના સાથે ઠીક કરવું પડશે જે જવાબદારી અને જવાબદેહી નિર્માણ કરે, જે પાંચ કે સાત વર્ષની મુદ્દત માટે વ્યાવસાયિકોની સેવાઓ ભાડે લે તે જરૂરી નથી. યુવાનોને બાંયધરીવાળી નિમણૂક આપતો વિશ્વાસ જેના માટે લઘુતમ પરિણામ જરૂરી છે, તે સંકર નમૂનો હોઈ શકે છે. શરૂઆતના સંકેતો દર્શાવે છે કે આવો સંકર નમૂનો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)માં કસોટી પર ખરો ઉતર્યો છે.
આ સાથે એ જોવું અગત્યનું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તંદુરસ્ત સંશોધન સંસ્કૃતિ નિર્માણ કરે. એક સંસ્કૃતિ જે સારા સંશોધન પ્રશ્નો પૂછવાને ઉત્તેજન આપે, એક સંસ્કૃતિ જે વૃદ્ધિ પામતા કે અશાંતિ સર્જતી શોધને ઉત્તેજન આપે, એક સંસ્કૃતિ જે યુવાનોને સ્ટાર્ટ અપ અનુદાનો આપે, એક સંસ્કૃતિ જે સહયોગને પ્રોત્સાહન આપે, એક સંસ્કૃતિ જે આંતરશાખાકીય સંશોધન માટે ખુલ્લી હોય, એક સંસ્કૃતિ જે સંશોધકોને મોટા પ્રશ્નો ઉકેલવા છૂટ આપે, તે નિર્માણ કરવી જોઈએ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તેને વધુ ને વધુ પોષવી જોઈએ જેથી ભારત વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે.
રાજ્ય વિશ્વ વિદ્યાલયો જે મોટી સંખ્યામાં છે, તેઓ અલગ પ્રકારની જ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. મોટા ભાગની રાજ્ય યુનિવર્સિટીઓમાં અધ્યાપક મંડળીની પ્રાપ્યતા સહિત અત્યંત ટાંચાં સંસાધનો સાથે વિશાળ સંખ્યામાં યુવાનો છે. અધ્યાપકોની નિમણૂંક ક્વચિત થતી હોય છે જેમાં મોટો 10-20 વર્ષનો અંતરાલ આવી જાય છે જેના લીધે સંશોધનની તકો ઝાંખી પડી જાય છે. અનેક પરિસરોમાં સંશોધનોનો વિચાર કરવા માટે પૂરતા આંતરમાળખાનો અભાવ હોય છે.
આ પરિસ્થિતિના કારણે યુવાન સંશોધકો તેમના સંશોધન હેતુઓને પૂરા કરવા એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડે છે. બહુ થોડાં પરિસરોમાં તો પાણી અને વીજ પૂરવઠો અનિયમિત હોય છે, વળી, ઇન્ટરનેટની સેવાની તકલીફ તો ખરી જ. અનેક રાજ્ય સરકારોએ જો તેઓ સંશોધન સંસ્કૃતિ નિર્માણ કરી અને તેને ટકાવવા માગતા હોય તેમજ સંશોધન વિશ્વ વિદ્યાલયો તરીકે દરજ્જો મેળવવા સ્પર્ધામાં રહેવા માગતા હોય તાત્કાલિક વિશ્વ વિદ્યાલય પરિસરોને નવા બનાવવા માટે તૈયારી કરવાની જરૂર છે. રાજ્ય વિશ્વ વિદ્યાલયો માટે અનુકરણ કરવા લાયક આદર્શ નમૂના અન્ના યુનિવર્સિટી, પૂણેની સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી, જાદવપુર યુનિવર્સિટી, પંજાબ યુનિવર્સટી વગેરે હોઈ શકે.
શિક્ષણ એ સમવર્તી વિષય છે, તેથી ભારત સરકારે સંશોધન શક્તિ પર રાષ્ટ્રના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવા અને વૈશ્વિક ધોરણોના પરંતુ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે તેવાં સંશોધનોને હાથ ધરે તે માટે રાજ્ય સરકારો સાથે મોટા પાયે સંકલન કરીને પ્રયાસો કરવાની જરૂર છે. તેના માટે નિયમિત સામસામે બેઠકો વગર આંગળીના ટેરવે (લેપટોપ કે મોબાઇલ પર) મૂલ્યાંકનની સુવિધા મળે તેવી અસરકારક પ્રબંધન પ્રણાલિની જરૂર છે. રોગચાળાની સ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ આધારિત બેઠકો, ટૂંકી બેઠકો માટે લાંબી યાત્રાને ટાળવા માટે નવી સામાન્ય સ્થિતિ હશે જેનાથી ઊર્જા અને સંસાધનો બંને બચશે અને વધુ અગત્યનું તો એ છે કે કાર્યક્ષમતા વધશે.
પ્રો. અપ્પારાવ પૂડીલે
હૈદરાબાદ યુનિવર્સિટીના ઉપ કુલપતિ અને જેસી બોઝ ફેલો (DST), હૈદરાબાદ-500046, તેલંગાણા, ભારત