ક્રિયાકર્મ માટે ટેન્ટ લગાવવાને લઇને વિવાદઃ
આ સમગ્ર મામલો અરરિયા જિલ્લાના ઘૂરના બજારનો છે. મંગળવારે જ્યાંના નિવાસી પ્રમોદ ઠાકુર પોતાની માતાના ક્રિયાકર્મ કરી રહ્યા હતા. તે દરમિયાન ટેન્ટ લગાવાને લઇને પ્રમોદ અને તેમના પાડોશી વચ્ચે અથડામણ થઇ હતી. જે વિવાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પાડોશીએ પ્રમોદ અને તેમના 10 લોકો પર એસિડ ફેંકીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં 11 લોકોને અસર થઇ હતી અને જેમાંથી 3 લોકોની હાલત ગંભીર છે.
પાડોશીએ એસિડ ફેંકીને કર્યો હુમલોઃ
ઘાયલ દિનેશે જણાવ્યું કે, પોતાની માતાના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા. તે સમયે પાડોશીને લાગ્યું કે, તેની જમીન પર ટેન્ટ લગાવીને આ લોકો અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. જેને લઇને પાડોશીએ આપત્તિ દર્શાવતા આ લોકો પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મારપીટ દરમિયાન તેમના પરિવારના લોકો પર એસિડ ફેંક્યું હતું. આ હુમલામાં 4 મહિલા સહિત કુલ 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 3ની સ્થિતિ ગંભીર જણાતા પૂર્ણિયા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
11 લોકો એસિડથી બળી ગયાઃ
આ 3 ઇજાગ્રસ્તોમાં માતાના અંતિમ સંસ્કાર કરી રહેલા લોકો પણ સામેલ હતા. આ તમામ ઇજાગ્રસ્તો અને સ્થાનિકો તરફથી 10 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેમાં 3 લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે.