કોઈમ્બતુર: તમિલનાડુના મુખ્યપ્રધાન કે.પલાનીસ્વામીએ કહ્યું કે, લોકોને નાગરિકતા સુધારો અધિનિયમ અને NPRથી ડરવાની જરૂર નથી. પલાનીસ્વામીએ કહ્યું કે, કેટલાક લોકો એનપીઆર પર મુસ્લિમો વચ્ચે ડર ફેલાવી રહ્યા છે. ખોટી અફવાઓ ફેલાવી સરકાર પર દોષ ઠારવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, CAA અને NPRથી લઘુમતીઓેને અસર નહી થાય. તેમણે કહ્યું કે, NPR દર દસ વર્ષે કરવામાં આવે છે અને ડીએમકે સરકારે તેની શરૂઆત રાજ્યમાં 2011માં કરી હતી. રાજ્ય સરકારના વધતા દેવામાં સંબંધિત એક પ્રશ્નના મુદ્દે મુખ્યપ્રધાને કહ્યું કે, વિકાસના કામો પર વધતા ખર્ચને કારણે આવું થઈ રહ્યું છે.
નાગરિકતા સુધારો અધિનિયમ, NPR અને NRCને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે તમિલનાડુના મુખ્ય પ્રધાન કે.પલાનીસ્વામીએ કહ્યું છે કે, સીએએથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.