તિરુવનંતપુરમઃ રાષ્ટ્રીય મહિલા આયોગે કેરળના પુથુકુરિચીમાં એક મહિલાની સાથે થયેલા સામુહિક દુષ્કર્મ મામલે નોંધ લીધી છે. પોલીસે કાદિનામકુલમ સામુહિક દુષ્કર્મ કેસમાં પીડિતાના પતિ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે દુષ્કર્મ કેસના મુખ્ય આરોપીની તપાસ તેજ કરી છે. અન્ય બધા જ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
વધુમાં જણાવીએ તો કેરળના તિરુવનંતપુરમમાં કાદિનામકુલમ પોલીસ સ્ટેશનની સીમા હેઠળ પુથુકુરિચીમાં મહિલાની સાથે સામુહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. પીડિતાએ પતિના મિત્રો પર આરોપ લગાવ્યો હતો. ફરિયાદને આધારે મહિલા પુથુકુરિચીમાં પોતાના પતિના મિત્રના ધરે ગઇ હતી. બધા લોકો ત્યાં દારૂ પી રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાને દારૂ પીવા માટે લાચાર કરવામાં આવી હતી. જે બાદ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. થોડા સમય બાદ તેને સાહસિક્તાથી પોતાના બાળકો સાથે ત્યાંથી નાસી ગઇ હતી.