મહારાષ્ટ્રમાં ફડવણીસના શપથગ્રહણ પર 'સુપ્રીમ' સુનાવણી...
રાજ્યપાલે પ્રક્રિયાનું પાલન નથી કર્યું: સિંઘવી
રાજ્યપાલનો નિર્ણય બદલી ન શકાય: રોહતગી
જોડતોડને રોકવા ફ્લોર ટેસ્ટ જરૂરી: સિંધવી
બહુમત હોય તો આજે જ સાબિત કરવામાં આવે: સિબ્બલ
કોર્ટ આજે અથવા તો કાલે ફ્લોર ટેસ્ટનો નિર્ણય કરે: સિંધવી
NCPના 41 ધારાસભ્યોએ કહ્યું, અજિત સાથે નહિં: સિંધવી
ભારતીય લોકતંત્રમાં આવી ઘટના થઈ નથી: સિબ્બલ
સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને નોટીસ ફટકારી છે. તેમજ સુનાવણી આવતીકાલે 10ઃ30 કલાક સુધી મુલતવી રાખી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં રાતોરાત થયેલાં પરિવર્તનના કારણે રાજકીય પક્ષોમાં હડકંપ મચ્યો છે. આજે સવારે દેવન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના CM પદની શપથ લીધા છે. આ વાતને પચાવવી શિવસેના, કૉંગ્રેસ અને NCP પાર્ટી માટે અઘરું સાબિત થઈ રહ્યું છે. એટલે આ ત્રણેય પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચીને સંયુક્ત રીતે અરજી દાખલ કરી છે. જેની સુનાવણી શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ પવારનો ભત્રીજા પર પલટ'વાર', અજીત પવારને ધારાસભ્ય દળના નેતાના પદેથી હાંકી કઢાયા
NCP વડા શરદ પવારે કહ્યું, ભાજપ પાસે પૂરતા ધારાસભ્યો નથી. અમારો વિજય નિશ્ચિત છે. અજીત પવારે ધારાસભ્યોને ગેરમાર્ગે દોર્યા છે. વહેલી સવાર સુધી તેમના આ નિર્ણય વિશે ખબર નથી. આ સમાચાર સાંભળીને હું જ આશ્ચર્યમાં છું. પક્ષના ધારાસભ્ય દળની બેઠક બોલાવાશે, તેમાં પક્ષ દ્વારા અજીત પવાર સામે પગલાં લેવાશે. તેમજ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને ફ્લોર ટેસ્ટમાં ભાજપને હંફાવશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: દેવેન્દ્ર ફડણવીસે લીધા CM પદના શપથ, અજીત પવાર બન્યા નાયબ મુખ્યપ્રધાન
શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ શરદ પવારની વાતને સમર્થન કરતા ભાજપને આડે હાથ લીધુ હતુ. મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે. ભાજપે મહારાષ્ટ્રમાં 'ફર્જિકલ સ્ટ્રાઈક' કરી હોવાનું જણાવ્યું. વળી, રાતના અંધારામાં નિર્ણય લેવા બદલ ભાજપની ઝાટકણી કાઢી પોતે ત્રણ પક્ષોએ જે પણ નિર્ણય લીધા તે મીડિયા સમક્ષ લીધા હોવાનું કહ્યું.
આ પણ વાંચોઃ શરદ પવાર પર ભારે પડ્યા અજીત પ'વાર': વાંચો અજીત પવાર કોણ છે ?
જો કે, કોંગ્રેસે આ પત્રકાર પરિષદથી દૂર રહી પક્ષની અલગથી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે કહ્યું, ભાજપ હંમેશા આ પ્રકારની રાજનીતી કરતી આવી છે. ભાજપે એનસીપીમાં ફૂટ પાડી સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો છે. જે સફળ નહીં થાય. કોંગ્રેસના ધારાસભ્યો એકજૂઠ છે અને ફ્લોર ટેસ્ટમાં ભાજપને ટક્કર આપશે.