મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તપાસ સોંપી છે. આ પછી જ્યાં સીબીઆઇ એક્શનમાં આવી છે, ત્યાં બીજી બાજુ શરદ પવારે તપાસ એજન્સી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ કેસ પણ દાભોલકર હત્યા જેવો ન થઇ જાય, જેનો હજી સુધી કોઇ ઉકેલ આવ્યો નથી અને કેસનો કોઇ નીવેડો આવ્યો નથી.

પવારે ટ્વીટ કરી કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટે સુંશાંતસિહ રાજપૂત કેસમાં તપાસ સીબીઆઇને સોંપાઈ છે. મને આશા છે કે, મહારાષ્ટ્ર સરકાર નિર્ણયનો આદર કરશે અને તપાસમાં સહયોગ કરશે.

એનસીપી નેતાએ કહ્યું કે, મને આશા છે કે આ તપાસનું પરિણામ ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યા જેવું ન થાય. જેમકે 2014માં સીબીઆઇ દ્વારા શરુ કરાયેલી ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. જો કે, આ પહેલા શરદ પવારે ટ્વીટ કરી કહ્યું હતું કે, જો સુશાંતસિંહની આત્મહત્યાનો કેસ સીબીઆઇને સોંપવામાં આવે તો મને કોઇ વાંધો નથી.