તેમણે અન્ય એક ટ્વિટમાં જણાવ્યુ હતુ કે, તે મુખ્યપ્રધાનને પણ પોતાનુ રાજીનામુ સોપશે. પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહે 6 જૂનના રોજ સિદ્ધુ પાસેથી સ્થાનિક સંસ્થાઓ અને પર્યટન અને સાંસ્કૃતિક બાબતોનુ મંત્રાલય પાછુ ખેંચી લીધુ હતુ અને એનર્જી અને નવીનીકરણ ઊર્જા મંત્રાલય સોપવામાં આવ્યુ હતુ. કેબિનેટમાં ફેરફારના બે દિવસ બાદ, સિદ્ધુને 8 મી જૂને સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમોના અમલીકરણની ગતિવિધિ માટે મુખ્યપ્રધાન દ્વારા રચવામાં આવેલા રાજ્યના પ્રધાનોમાંથી પણ દૂર રાખવામાં આવ્યા હતા.
અહીં ઉલ્લેખનિય છે કે, પંજાબમાં, નવજોતસિંહ સિદ્ધુ પોતાની સરકારમાં હાસ્યાસ્પદ બની ગયા હતા. ભાજપના નેતા તરુણ રાજયપાલે પત્ર લખીને ફરિયાદ કરી હતી કે, તેમણે પ્રધાનપદના શપથ તો લીધા છે, પરંતુ તેમણે હજુ સુધી કાર્યભાર નથી સંભાળ્યો. છતાં પણ પ્રધાનોને મળતો પગાર અને ભથ્થાનો આનંદ લઈ રહ્યા છે. પત્રમાં લખ્યું હતું કે સિદ્ધુ અને મુખ્યપ્રધાન વચ્ચેના વિવાદે બંધારણીય સંકટ ઊભુ કર્યુ છે.
ભાજપના નેતાએ નવજોતસિંહ સિદ્ધુને સરકારી તિજોરી પર બોજ કહ્યા હતા, રાજયપાલને કહ્યુ હતુ કે, કામ કર્યા વગર પગાર લે છે.
જણાવી દઈએ કે, સિદ્ધુને આ સમયે મંત્રાલય બદલવાથી નારાજ છે. 6 જૂને મુખ્યપ્રધાને સિદ્ધુ પાસેથી સ્થાનિક સંસ્થાઓ અને પર્યટન અને સાંસ્કૃતિક બાબતોનુ મંત્રાલય પાછુ ખેંચી લીધુ હતુ અને એનર્જી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય સોંપવામાં આવ્યુ હતુ. અમરીંદરે સિદ્ધુ પાસેથી મંત્રાલય પાછુ લેવામાં તેમના ખરાબ પ્રદર્શનને જવાબદાર ગણાવ્યુ હતુ. જેને લઈ બન્ને વચ્ચેનો વિવાદ બહાર આવ્યો છે.