શ્રીનગર: સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડો જમ્મુ કાશ્મીરના વટલાબ સેક્ટર પહોંચ્યા. અહીં, સૈનિકોએ વુલ્લર તળાવના માછીમારો સમુદાયને કોવિડ -19 અંગે જાગૃત કર્યા છે. આ સાથે જ તેમણે જરૂરીયાતમંદોને રાશનનું વિતરણ પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનની મહત્તમ અસર મજૂરો પર જોવા મળી રહી છે. કારણ કે, આ લોકો જીવન નિર્વાહ માટે દરરોજ કમાયને પોતાનું જીવન વીતાવે છે. લોકડાઉનમાં દેશમાં તમામ સ્થળો બંધ હોવાને કારણે લોકોને ખાવા-પીવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
દેશમાં એવી ઘણી જગ્યાઓ છે કે, જ્યાં લોકોને આ ખતરનાક વાઇરસના પરિણામો અંગે કોઈ પ્રકારની માહિતી નથી. જેથી આવી સ્થિતિમાં ભારતીય નૌકાદળનું આ પગલું ખરેખર પ્રસંસા લાયક છે. નૌકાદળના જવાનો આ માછીમારો સાથે વાત કરીને તેમને જાગૃત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાઇરસ 27 રાજ્યોમાં ફેલાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ભારતમાં કુલ આંક વધીને 1,024 પહોંચ્યો છે.