ETV Bharat / bharat

પુલવામા હુમલાને આજે એક વર્ષ થયુ:  શહીદોની યાદમાં બનાવેલા સ્મારકનું આજે ઉદ્ઘાટન - પુલવામા હુમલાની આજે પ્રથમ વરશી

ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આ જવનાનોની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન શુક્રવારે હુમલાની વરસી પર કરવામાં આવશે.

ETV BHARAT
40 CRPF શહીદોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકનું થશે ઉદ્ઘાટન
author img

By

Published : Feb 14, 2020, 9:30 AM IST

શ્રીનગર: ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા પુલવામાં આતંકી હુમલામાં શહીદ 40 જવાનોની યદમાં બનાવવામાં આવેલા સ્મારકનું લેથપુરા કેમ્પમાં શુક્રવારે ઉદ્ઘાટન કરવામાં આવશે. એક ટોચના અધિકારીએ આ અંગે માહિતી આપી છે.

CRPFના એડિશનલ ડાયરેક્ટર જનરલ(ADG) જુલ્ફિકાર હસને ગુરૂવારે સ્મારક સ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું કે, આ તે બહાદુર જવાનોને શ્રદ્ધાંજલી આપવાની રીત છે, જેમણે હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

સ્મારકમાં એ શહીદ જવાનોના નામની સાથે તેમના ફોટા પણ રાખવામાં આવશે. આ સાથે જ સેન્ટ્રલ રિઝર્વ પોલી ફોર્સનું ધ્યેય વાક્ય 'સેવા અને નિષ્ઠા' પણ હશે.

હસને કહ્યું કે, ચોક્કસપણે આ એક દૂર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને અમે આમાંથી શીખ્યા છીંએ. અમે અમારા હિલચાલ પર હંમેશા સતર્ક હતા, પરંતુ હવે સતર્કતામાં વધારો કર્યો છે.

40 જવાનોના સર્વોચ્ચ બલિદાનથી દેશના દુશ્મનોને નાબૂદ કરવાનો અમારો સંકલ્પ મજબૂત બન્યો છે.

'અમારો આતંકવાદીઓ સાથે સામનો થાય એ દરમિયાન વધારાના જોશ સાથે લડીએ છીએ અને આ જ કારણે આપણા જવાનો પરના હુમલા પછી જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરોને ખતમ કરવામાં સફળ રહ્યા હતા.'

ગયા વર્ષે 14 ફેબ્રુઆરીના હુમલા બાદ સૈનિકોની હિલચાલ દરમિયાન લેવામાં આવતી સાવચેતીઓને અંગે જણાવવા તેમણે ના પાડી હતી, પરંતુ અધિકારીઓએ કહ્યું કે હવે સૈનિકોની હિલચાલ અન્ય સુરક્ષા દળો અને સેના સાથે સંકલનમાં થાય છે.

ગૃહમંત્રાલયે આ પ્રકારના કોઈ પણ હુમલાની આશંકાથી બચવા માટે CRPFને હવાઈ માર્ગે લઈ જવા માટે મંજૂરી આપી દીધી હતી.

જમ્મુ-કાશ્મીર સરકારે જવાનોની હિલચાલને સરળ બનાવવા માટે અઠવાડીયામાં 2 દિવસ ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સ્થિતિ સામાન્ય થયા બાદ આદેશને રદ્દ કરી નાખ્યો હતો.

જવાનોને લઇને જનારા વાહનોને બુલેટ-પ્રૂફ બનાવવાની પ્રક્રિયાને તેજ કરી દીધી અને રસ્તાઓ પર બંકર જેવા વાહના જોવા મળ્યાં હતા.

આ સ્મારક તે સ્થળ નજીક CRPF કેમ્પની અંદર બનાવવામાં આવ્યું છે, જ્યાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અદીલ અહમદ ડારે વિસ્ફોટકોથી ભરેલી કારની ટક્કર જવાનોના કાફલા મારી હતી. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.

આ હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને જૈશ-એ-મોહમ્મદનો સ્વયંભૂ પ્રમુખ કારી યાસિરને ગત મહિને ઠાર મારવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.