નટરાજન પાસે કાંઠા વિસ્તારમાં અને જહાજમાં બંને જગ્યાએ કામ કરવાનો બહોળો અનુભવ છે. તેમણે ફ્લેગ ઑફિસરના ભારતીય કોસ્ટગાર્ડનાં અલગ-અલગ જહાજો-એડવાન્સ ઑફશોર પેટ્રોલ વૈસલ સંગ્રામ, ઑફશોર પેટ્રોલ વૈસલ વીરા, ફાસ્ટ પેટ્રોલ વૈસલ કનકલતા બરૂઆ અને ઈનશોર વૈસલ ચાંદબીબીનું સંચાલન કર્યુ છે. તેમની મહત્વની કામગીરીમાં કમાન્ડર કોસ્ટગાર્ડ જિલ્લા નંબર 5 (તમિલનાડુ) અને કમાન્ડિંગ ઑફિસર ICGS મંડપમનો સમાવેશ થાય છે.
કૃષ્ણાસ્વામીએ મદ્રાસ વિશ્વવિદ્યાલયથી રક્ષા અને વ્યુહાત્મક અભ્યાસમાં સ્નાતક ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, US કોસ્ટગાર્ડ રિઝર્વ ટ્રેનિંગ સેન્ટર, યૉર્કટાઉન, વર્જીનિયાથી રેસ્ક્યુ અને સમુદ્રી સુરક્ષા અને બંદર સંચાલનમાં કુશળતા મેળવી છે. તેમને 2011 વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પદક અને 1996માં ટાટ્રાસ્ટક પદક હાંસિલ કર્યુ છે.