વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સભ્ય દેશોના નેતા સમિટમાં બેઠકની સ્થિતિ વિશે સમીક્ષા કરી. આજે આરસીઈપીની સમિટમાં પીએમ મોદી ભાગ લેશે. જેનો મુખ્ય ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે ફ્રી ટ્રેડને પ્રોત્સાહન આપવાનું છે.
આ સાથે જ નરેન્દ્ર મોદીએ મ્યાનમારના સ્ટેટ કાઉન્સલર આંગ સાન સુ સાથે પણ મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગકોકમાં આજે આરસીઈપી સમિટમાં ભાગ લેશે. આ સાથે પીએમ મોદી બેંગકોકમાં ઓસ્ટ્રેલિયા સમકક્ષ સ્કોટ મોરિસનને મળશે.
રિઝનલ કોમ્પ્રીહેંસિવ ઈકોનોમિક પાર્ટનર્શિપ(RCEP) માં વડાપ્રધાન મોદી ભાગ લેશે.