કેપ્ટન અમોલ યાદવે મુંબઈમાં પોતાના ઘરની છત પર વિમાન બનાવ્યુ છે. જેમાં છ લોકો બેસી શકે છે. આ સ્વદેશી વિમાનનું નિર્માણ કરનાર અમોલ યાદવ ધૈર્ય અને દ્રઢ સંકલ્પની પ્રેરણા આપે છે. આ ઉપરાંત તેમણે 'મેક ઈન ઈન્ડિયા' ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે.
મહત્વનું છે કે કેપ્ટન યાદવે 2011 થી તેમની 'ઉડાન પરમિટ' પ્રક્રિયા માટે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની મંજૂરી મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ યુવાનની કુશળતાની જાણ થતાં તેમણે આ વાત નરેન્દ્ર મોદીના ધ્યાને મુકી હતી. નરેન્દ્ર મોદીએ યુવા પાઇલટની પ્રશંસા કરી ઝડપથી આગળની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો.
વડા પ્રધાન સાથેની મુલાકાત દરમિયાન કેપ્ટન અમોલ યાદવે તેમના સ્વપ્નને પૂરા કરવા માટે સક્ષમ બનાવવા બદલ વડા પ્રધાનનો આભાર માન્યો હતો.
કેપ્ટન અમોલ યાદવે વડા પ્રધાનના 'ન્યુ ઈન્ડિયા' ને ઉજાગર કર્યુ છે. તે લાખો ભારતીયો યુવાઓ માટે પ્રેરણારૂપ છે જે રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપવા માંગે છે.