જોકે તાજતરેમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આ કેસ સાથે જોડાયેલા પક્ષકારો પાસે જ મધ્યસ્થતા માટે પેનલના નામ મંગાવ્યા હતાં. જેથી ગત રોજ એટલે બુધવારે હિન્દુ મહાસભાએ ત્રણ નામ આપ્યાં હતા, જ્યારે આજે મુસ્લિમ પક્ષકારો અને નિર્મોહી અખાડાએ કોર્ટને મધ્યસ્થતા માટેના નામ આપ્યાં છે.
મુસ્લિમ પક્ષકારોએ વતી વકીલ એઝાઝ મકબૂલે કહ્યું છે કે, અમે પણ કોર્ટને મધ્યસ્થતા માટે નામ આપી દીધા છે. જોકે વકીલે આ નામ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. આ સિવાય નિર્મોહી અખાડાએ ત્રણ નામ આપ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કુરિયન જોસેફ, એકે પટનાયક અને જીએસ સિંઘવી સામેલ છે. હિન્દુ મહાસભાએ ગત રોજ પૂર્વ સીજેઆઈ દીપક મિશ્રા, પૂર્વ સીજેઆઈ જેએસ ખેહર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ મધ્યસ્થતા માટે આપ્યા છે.