CRPFના કાફલા 6 થી 7 બસો તે જ રસ્તા પરથી પસાર થઇ રહી હતી, અને બસમાં 40 જેટલા જવાનો હતા. મળતી માહિતી મુજબ, કારમાં સિલિન્ડર બ્લાસ્ટ લાગેલો હતો. જેના કારણે કારના ભુકા બોલાઇ ગયા હતા. આ કારનો ડ્રાઈવર ગાયબ હોવાથી આ બ્લાસ્ટ અંગે શંકામાં વધારો થઇ રહ્યો છે.
મહત્વનું છે કે ,ગત 14 ફેબ્રુઆરીનો રોજ પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ભારતીય સેનાના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલો થયા બાદ સવાલ એ ઉઠે છે કે, પુલવામા આતંકી હુમલા બાદ પણ બનિહાલ ટનલ પાસે કેવી રીતે આ પ્રકારનો વિસ્ફોટ સર્જાયો? જો કે, હાલ આ બાબતે સુરક્ષા એજન્સીઓએ ઘટનાની તપાસ હાથ ધરી છે.