શું હતી સમગ્ર ઘટના..?
બિહારના મુઝફ્ફરપુરના શેલ્ટર હોમ બાલિકા ગૃહમાં આસરો લેવા આવતી છોકરીઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલના રિપોર્ટમાં મુઝફ્ફરપુર બાલિકા ગૃહ કાંડ (શેલ્ટર હોમ)નો ખુલાસો થયો હતો. 31 મે 2018માં સમાજ કલ્યાણ વિભાગના સહાયક નિર્દેશકે મુઝફ્ફરપુરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. શેલ્ટર હોમ કેસમાં 44 છોકરીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. જેમાંથી 34 છોકરીઓ સાથે દુષ્કર્મ થયાનું મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.
આ સમગ્ર ઘટના મામલે બ્રજેશ ઠાકુર સહિત 19 લોકોને કોર્ટે દોષિત સાબિત કર્યા છે. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે વિક્કીને નિર્દોષ છોડી મૂક્યો
તમને જણાવી દઇએ કે, આ મામલાના વકીલ સુધીર કુમાર ઓઝાએ જણાવ્યું કે સાકેત કોર્ટે મોહમ્મદ સાહિલ ઉર્ફે વિક્કીને પૂરાવાના અભાવને કારણે નિર્દોષ છોડી મૂક્યો છે.
34 છોકરીઓ બની હેવાનિયતનો શિકાર
મેડિકલ ટેસ્ટમાં 34 છોકરીઓ સાથે દુષ્કર્મ થયાનો ખુલાસો થયો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન પીડિતાઓએ ખુલાસો પણ કર્યો હતો કે, તેમને નશીલી દવા આપીને તેની સાથે માર પીટ કરવામાં આવતી હતી અને પછી દુષ્કર્મ આચરવામાં આવતું હતું.
આ સમગ્ર ઘટનામાં CBIની ચાર્જશીટ મુજબ આ કાંડમાં સામાજિક કલ્યાણ વિભાગના ઓફિસર પણ સામેલ હતા અને તે પણ માસૂમ છોકરીઓને પોતાની હેવાનિયતનો શિકાર બનાવતા હતા.