મુંબઈ: અંડરવર્લ્ડ ડોન અરૂણ ગાવલીને તલોજા જેલ વહીવટી તંત્ર દ્વારા મહારાષ્ટ્રમાં હોમ ક્વોરેેન્ટાઈન માટે ઘરે મોકલવામાં આવ્યો છે. શિવ સેનાના કોર્પોરેટર કમલાકર જમસંડેકર હત્યા કેસમાં મામલે અરૂણ ગાવલીની ધરપકડ કરવામાં આવી હતી.
કોરોના વાઈરસના કારણે કેદીઓને પેરોલ અથવા અસ્થાયી રૂપે મુક્ત કરવામાં આવી રહ્યા છે. જેથી આ વાઈસરના ફેલાવાને અટકાવી શકાય અને સામાજિક અંતરને અનુસરી શકાય.
ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે અન્ડરવર્લ્ડ ડોન અરુણ ગાવલીની ત્રીજી પેરોલ નામંજૂર કરી હતી, અને તેને તલોજા જેલમાં રાખવાનો આદેશ આપ્યો હતો. જેલમાં કોરોના ચેપના જોખમને ધ્યાનમાં રાખીને અરૂણ ગાવલીએ હવે મુંબઈ હાઇકોર્ટમાં પેરોલ વધારવાની માંગ કરી હતી.